________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૭ રાજા, તું જ તારા ચૈતન્યભાવને ઉપજાવવા સમર્થ છો. આ ચૈતન્યરાજા મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષભાવ પણ પોતે જ ઉપજાવતો હતો ને સમ્યકત્વદશામાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-સુખ વગેરે નિર્મળભાવોને પણ સ્વતંત્રપણે પોતે જ ઉપજાવે છે. –કેટલી ચોખ્ખી વાત કરી છે!
ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ; નિમિત્ત એટલે પરસંયોગ, તે અસહાયી ને અકિંચિત્કર.
એકબીજાને સહાયક ન હોય, માત્ર તટસ્થ ઉદાસીન હોય તેને જ નિમિત્ત કહેવાય. પોતાના અનંત ગુણ-પર્યાયો સ્વાધીન છે એને ઓળખે તો દુ:ખ રહે નહિ. ક્ષાયકસમ્યકત્વ થવામાં બહારમાં શ્રુતકેવળીની કે કેવળીની સહાય નહિ, અંદરમાં રાગની સહાય નહિ અરે, ચારિત્રગુણની પણ સહાય નહિ. કોઈ મુનિરાજને ચારિત્રદશા હોવા છતાં ક્ષાયકસમ્યકત્વ ન હોય, કોઈ ગૃહસ્થને ચારિત્રદશા ન હોવા છતાં ક્ષાયકસભ્યત્વ હોય. - આમ પ્રત્યેક ગુણનું સ્વતંત્ર પરિણમન પોતપોતાના ઉપાદાનઅનુસાર છે.
જેટલું જ્ઞાન તેટલું સુખ, પૂરું જ્ઞાન ત્યાં પૂરું સુખ, –છતાં બંને પર્યાયો સ્વતંત્ર જ્ઞાનરૂપ પરિણમન જ્ઞાનગુણનું છે, સુખરૂપ પરિણમન સુખગુણનું છે; જ્ઞાનગુણ સુખરૂપે નથી પરિણમતો, ને સુખગુણ જ્ઞાનરૂપે નથી પરિણમતો, એટલે કોઈ કોઈને આધીન નથી. આવી સ્વતંત્રતા દરેક આત્મામાં છે, તે સ્વતંત્રતાનો આ ઢંઢેરો છે. આવી સ્વતંત્રતા સમજ્યા વગર સ્વસમ્મુખ પરિણતિ વળે નહિ ને પરિણતિ સ્વસમ્મુખ વળ્યા વગર સુખ થાય નહિ. જ્યાં સ્વતંત્રતા ત્યાં સુખ.
જીવ સ્વતંત્ર છે. અજ્ઞાનભાવથી વિકાર કરવામાં કે સ્વાનુભવથી સમ્યગ્દર્શન આદિ ધર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે. જીવ એવો પરાધીન નથી કે તેની પર્યાયનું બીજો કારણ થાય. અશુભ, શુભ કે શુદ્ધ પરિણતિરૂપે જીવ સ્વયં પોતાના ઉપાદાનબળથી જ પરિણમે છે; તે વખતે બીજાં નિમિત્ત હો પણ તેને કારણે કાંઈ જીવના પરિણામ નથી. શુભભાવમાં નિમિત્ત જિનપ્રતિમા, ક્ષાયકસમ્યકત્વમાં નિમિત્ત કેવળીશ્રુતકેવળી, જ્ઞાનમાં નિમિત્ત જિનવાણી-એ બધા નિમિત્તો અકિંચિત્કર છે. વસ્તુ પોતાના ઉપાદાનથી, નિમિત્તની સહાય વગર પરિણમે છે. જ્ઞાન, વાણી ને ઇચ્છા ત્રણે સ્વતંત્ર; આ સિદ્ધાંત અનુસાર ઉપાદાન-નિમિત્તના બધાય દષ્ટાંતોમાં સ્વતંત્રતા સમજી લેવી.
આ સમજે તો જીવ પરદ્રવ્યની ક્રિયામાં કર્તાપણે ઊભો ન રહે, એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk