________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ : અધ્યાત્મ-સંદેશ સ્વ તરફ વળે, જ્ઞાનમાં સત્યતા આવે, અસત્યતા ટળે, એટલે દુઃખ ટળે ને સ્વાધીનસુખ થાય. -આ સ્વતંત્રતાની સમજણનું ફળ.
પોતાના અનંતગુણ પોતામાં છે, જે પોતામાં છે એવો પોતાનો એક ગુણ પણ બીજા ગુણને સહાયક થતો નથી, તો પછી જે પોતામાં નથી એવા અન્ય બહારના પદાર્થો તો પોતાને સહાયક કયાંથી હોય? ઇન્દ્ર સાધકભાવે જ્યારે તીર્થંકરદેવના ચરણમાં નમસ્કાર કરતા હોય ત્યારે (૧) ભગવાન જેવા પોતાના શુદ્ધસ્વરૂપનું સમ્યક જ્ઞાન, (૨) ભગવાનની ભક્તિનો શુભરાગ અને (૩) હાથ જોડવારૂપ શરીરની જડ ક્રિયા, –આ પ્રમાણે જ્ઞાન, રાગ ને જડ એ ત્રણેની ક્રિયા એક સાથે થઈ રહી છે; છતાં ત્રણે સ્વતંત્ર, કોઈને કારણે કોઈ નહિ, કોઈ કોઈનું કર્તા નહિ.
અરે જીવ! ભગવાનના આંગણે તું કદી આવ્યો નથી. ભગવાનના માર્ગ જગતથી જુદા છે, એના આંગણાં પણ જુદાં છે. જુઓને, સમવસરણની શોભા! કેવી અચિંત્ય !! એ ભગવાનના દરબારનું બાહ્ય આંગણું પણ કેવું અચિંત્ય !! સાધકોએ ભગવાનના આંગણાં જોયા છે. વળી, ભગવાનની બેઠક પણ જુદી જાતની. સિંહાસન ઉપર દિવ્ય ગંધકૂટિ ને તેને પણ અડ્યા વગર ચાર આંગળ ઊંચે ભગવાન બિરાજે; ભગવાનનો આત્મા પરભાવથી અલિપ્ત ને દેહ પણ સિંહાસનથી અલિપ્ત-બંને નિરાવલંબી, જુઓ તો ખરા, અંદર આત્મા નિરાલંબી થયો ત્યાં બહારનો દેહ પણ નિરાલંબી થઈ ગયો!
તત્ત્વનિર્ણય કરીને ભગવાનના આંગણે જીવ આવે તો અંદર પ્રવેશ થાય, ને સમ્યગ્દર્શન વડે પોતામાં જ સાક્ષાત ભગવાનનાં દર્શન થાય. પોતે પોતાને જ ભગવાન સ્વરૂપે દેખે. વાહ! જુઓ, આ ભગવાનનો માર્ગ. પોતે પોતાને ભગવાન તરીકે દેખે ત્યારે જ તે ભગવાનના માર્ગમાં ને ભગવાનના ઘરમાં આવ્યો કહેવાય. તે ભગવાનનો ખરો યુવરાજ થયો, જિનેશ્વરદેવનો નંદન થયો. -તેણે અનેકાંતરૂપી અમૃત પીધું.
દરેક વસ્તુનાં પર્યાયો ને ગુણો પોતપોતાની મર્યાદામાં રહેલાં છે, કોઈની મર્યાદા કોઈ તોડતું નથી. ભિન્ન ભિન્ન પદાર્થોને એકબીજામાં અભાવરૂપ જે મર્યાદા છે તે કદી તૂટતી નથી, ભિન્ન પદાર્થો એકબીજામાં ભળતા નથી, એક-બીજાના ગુણ-પર્યાયમાં કંઈ ખલેલ કરતા નથી. નિગોદના જીવને નથી કાંઈ શ્રવણ, કે નથી બહારમાં બીજું કાંઈ નિમિત્ત, છતાં ઉપાદાનશક્તિથી શુભભાવ કરીને એકક્ષણમાં ત્યાંથી નીકળીને મનુષ્ય થાય છે. કોઈ જીવને સમ્યકત્વપરિણામ હો, તે જ વખતે સાથે એક જ પર્યાયમાં અશુભ પરિણામ હો, છતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk