________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૫ નિગોદનો જીવ એક ક્ષણમાં ત્યાંથી નીકળીને મોટો રાજકુમાર થાય, -તે કોના જોરે? ત્યાં જ્ઞાન તો ઘેલછારૂપ-અજાણરૂપ છે, વિચારશક્તિ પણ નથી, પણ ચારિત્રમાં કષાયની મંદતા કરીને તે મનુષ્ય થાય છે. ચારિત્રની તે પ્રકારની વિશુદ્ધિથી તે આટલો ઊંચે આવે છે, પણ તે વિશુદ્ધિ ભેદજ્ઞાન વગર મોક્ષમાર્ગે જતી નથી. ભેદજ્ઞાન થયા પછી જ વિશુદ્ધતાની ગતિ આગળ ચાલે ને મોક્ષમાર્ગને યોગ્ય શુદ્ધતા થાય. ભેદજ્ઞાન વગર મોક્ષમાર્ગરૂપ શુદ્ધતા ન થાય. કોઈ જીવ અશુભ પરિણામમાંથી સીધો મોક્ષમાર્ગમાં આવી જતો નથી, વચ્ચે શુભમાં આવીને પછી આગળ વધે તો જ મોક્ષમાર્ગમાં આવે છે; તેથી શુભને વિશુદ્ધરૂપ ગણીને તેમાં ગર્ભિતશુદ્ધતા કીધી, પણ ભેદજ્ઞાન વગર તો તે ગર્ભિતશુદ્ધતા નકામી છે, તેનું કાંઈ ચાલતું નથી, નિગોદમાંથી રાગની મંદતારૂપ પોતાના ઉપાદાન વડે જીવ ઊંચો આવ્યો, પણ જ્યારે રાગ અને જ્ઞાનની એકતા તોડીને વર્તે ત્યારે મોક્ષમાર્ગ થાય, ને ત્યારે જ તેનું ઊંચા આવવાનું લેખે લાગે. અહા, એક જ્ઞાનની અનુભૂતિમાં બધું સમાય છે, આખો માર્ગ જ્ઞાનના અનુભવમાં સમાય છે. જ્યાં જ્ઞાયકની અનુભૂતિ થઈ ત્યાં કહ્યું કે એને ‘સવ મા || મે સુ ૩ર વસે'
જગતમાં અનંતા દ્રવ્યો, તે પરસ્પર અસહાય. એક દ્રવ્યના અનંતા ગુણો, તે પરસ્પર અસહાય. એકેક ગુણની અનંતી પર્યાયો, તે પરસ્પર અસહાય.
ભાઈ, તારા ગુણપર્યાયોમાં પણ એકબીજાની સહાય નથી, તો પછી તારે બહારમાં બીજા કોની સહાય લેવી છે? મારા કાર્યમાં બીજાની સહાય, મારા ગુણ-પર્યાયમાં બીજાની સહાય, એનો અર્થ એ થયો કે મારા ગુણ-પર્યાય પરને આધીન; આવી પરાશ્રિતબુદ્ધિવાળા જીવની પરિણતિ સ્વતરફ કયાંથી વળે? ભગવાન સર્વજ્ઞદેવે વસ્તુને સ્વભાવથી જ દ્રવ્યગુણ-પર્યાયસ્વરૂપ ને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પ્રત્યક્ષ જોઈ છે, વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ બીજા દ્વારા થવાનું ભગવાને જોયું નથી. સમંતભદ્રસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં સ્વયંભૂસ્તોત્ર માં કહે છે કે હે નાથ! જગતના પદાર્થો પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ આપે જોયા તે આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે; આપે કહેલા આવા વસ્તુસ્વરૂપને, અને તે – દ્વારા આપની સર્વજ્ઞતાને ઓળખીને અમે આપની સ્તુતિ કરીએ છીએ. સર્વજ્ઞ સિવાય આવા સૂક્ષ્મ વસ્તુસ્વરૂપને કોઈ પ્રત્યક્ષ જાણી શકે નહિ આવી વસ્તુસ્થિતિના જ્ઞાન વગર સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય નહિ. આ રીતે, હે જિનેન્દ્રદેવ ! આપે જાણેલી ને કહેલી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk