________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ : અધ્યાત્મ-સંદેશ
પણ ગ્રંથિભેદ વિના એનું જોર નથી ચાલતું તેથી પાછો રખડે છે, એટલે કે તેની મોહગાંઠ જ તેને સંસારથી તરવા દેતી નથી. મોહગાંઠ ભેદાયાં વગર એકલો શુભભાવ શું કરે? ભાઈ, એકલા શુભનું કાંઈ જોર ચાલતું નથી. સ્વસત્તાના અવલંબને સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધતા પ્રગટ કર તો તે શુદ્ધતાનું એવું જોર છે કે અલ્પકાળમાં મોક્ષ પમાડે. શુભ સુધી આવીને અટકી જાય તેમાં કાંઈ ન વળે, પણ આગળ વધીને સ્વભાવધારા પ્રગટ કરે તો સમ્યક્ચારિત્રના ને સમ્યજ્ઞાનના કણિયા પ્રગટે, એટલે વિશુદ્ધતાની ઊર્ધ્વતા થઈને વ્યક્ત શુદ્ધતા થાય; એ જ ધારા આગળ વધીને વીતરાગતા ને કેવળજ્ઞાન થાય.
ભાઈ, તારા ઉપાદાનમાં જે સામર્થ્ય ભર્યું છે ને તારાથી જે થઈ શકે તેવું છે તેની જ આ વાત છે. સંતોએ પોતે આત્મામાં જે કર્યું તે જ તને બતાવે છે. અહા, આત્માના સ્વાનુભવથી મોક્ષને સાધવાનો આવો અવસર તને હાથમાં આવ્યો છે... માટે હે જીવ! જાગ... ને તારા ઉપાદાનની સંભાળ કર... શુભથી આગળ જઈને શુદ્ધતાની અપૂર્વ ધારા ઉલ્લસાવ. સંતોò પ્રતાપસે સવ અવસર આ ઘૂળા હૈ.
પં. ટોડરમલ્લજીએ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખેલ છે તે સાધર્મીઓ ઉપર પ્રશ્નના જવાબરૂપે લખી હતી; ને પં. બનારસીદાસજીએ જે ૫રમાર્થવનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી લખેલ છે તે બંને વનિકા કોઈ વ્યક્તિ ઉપર નથી લખી પણ પોતાના અંતરના વિચારો વચનિકારૂપે લખ્યા છે (-શ્રીમદ્દ રાજચંદ્રજીની હાથનોંધની માફક.) પં. બનારસીદાસજી પહેલાં તો શ્વેતાંબર હતા ને શૃંગા૨૨સની રચનામાં ચડી ગયેલા, શૃંગા૨૨સનું સાહિત્ય લખેલું, પણ પછી ધર્મવિચાર જાગૃત થતાં તે સાહિત્યની પોથી ગોમતી નદીમાં પધરાવી દીધી... ને દિગંબરશાસ્ત્રોનો અભ્યાસ થતાં અધ્યાત્મરસની અદભુત ખુમારી ચડી ગઈ, અધ્યાત્મશાસ્ત્રોનો તેમને ઘણો અભ્યાસ હતો; તેમણે કલશટીકા વાંચીને તેના ઉ૫૨થી સમયસાર-નાટક (કાવ્યરૂપ ) બનાવ્યું છે. જીઓ, આ ગૃહસ્થ હતા, ગૃહસ્થપણામાં રહીને તેમણે અધ્યાત્મનું આવું કામ કર્યું છે. આ ચિઠ્ઠીમાં પણ કેટલા સરસ ભાવો ભર્યા છે!
૫૨માર્થવનિકામાં આગમપદ્ધત્તિ અને અધ્યાત્મપદ્ધત્તિનું વર્ણન કરીને મોક્ષમાર્ગની ઘણી સ્પષ્ટતા કરી; અધ્યાત્મરૂપ શુદ્ધ ચેતનાપદ્ધત્તિ તે સ્વદ્રવ્યાશ્રિત છે ને તે જ મોક્ષમાર્ગ છે, એમ ત્યાં બતાવ્યું. આ ઉપાદાનનિમિત્તની ચિક્રિમાં પણ જીવના જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોના સ્વતંત્ર પરિણમનની સરસ વાત કરી છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk