________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : અધ્યાત્મ-સંદેશ જગતથી જુદો જ ચૈતન્યગોળો સ્વાનુભવમાં લીધો ત્યાં પરની અસર કેવી? ને પર ભાવો પણ કેવા? પરભાવો પરભાવોમાં છે, મારા ચૈતન્યગાળામાં પર ભાવો નથી. અહા, આવું વેદન સમ્યગ્દષ્ટિ ધર્માત્માને હોય છે.
અનાદિથી મતિ-શ્રુતજ્ઞાન એકલા પરૉય તરફ ઝૂકેલા છે, જ્ઞાનસ્વભાવના સમ્મનિર્ણયના જોરથી એ મતિશ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળતાં આવો સ્વાનુભવ થાય છે. એ અનુભવમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. સમયસાર ગા. ૧૪૪માં એનું અલૌકિક વર્ણન કર્યું છે, ત્યાં કહે છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને(અહીં સુધી હુજી સવિકલ્પદશા છે).... પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે કે અનુભવને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિયદ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બુદ્ધિને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કર્યું, તથા અનેક પ્રકારના નયપક્ષના વિકલ્પથી આકુળતા ઉપજાવનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કર્યું, આ રીતે મતિશ્રુતજ્ઞાનને પર તરફથી પાછા ખેંચીને આત્મસ્વભાવમાં વાળતાં તુરત જ અત્યંત વિકલ્પરહિત થઈને આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેમાં આત્મા સમ્યક્રપણે દેખાય છે ન જણાય છે. એટલે તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ અનુભવને “પક્ષાતિક્રાંત” કહ્યો છે, કેમકે તેમાં નયપક્ષના કોઈ વિકલ્પ નથી. આવો અનુભવ કરે ત્યારે જીવને સમ્યગ્દર્શન થયું કહેવાય. આવો અનુભવ કમ થાય? એ પહેલાં જ કહ્યું કે “પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને...' એટલે આવા યથાર્થ નિશ્ચયના બળથી વિકલ્પ તૂટીને સાક્ષાત્ અનુભવ થાય છે. અંતરમાં વસ્તુસ્વરૂપનો સાચો નિર્ણય એ મુખ્ય વસ્તુ છે, એની મહત્તા જગતને દેખાતી નથી ને બહારની ક્રિયાની મહત્તા દેખાય છે, પણ એ કાંઈ ઉપાય નથી. અંતરમાં આત્માના સ્વભાવનો બરાબર નિર્ણય કરીને તેનું ઘોલન કરતાં સ્વાનુભવ થાય છે, ને આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. તત્ત્વના અન્વેષણ કાળ એટલે નિર્ણયના ઉધમ વખતે નય-પ્રમાણ વગેરેના વિચાર હોય છે, પણ તેના આરાધન વખતે તો સાક્ષાત્ અનુભવ છે, ત્યાં નયપ્રમાણના વિકલ્પો નથી, તેથી તે અનુભવને નયાતીત કહ્યો છે, ત્યાં તો નિર્વિકલ્પતાના આનંદનું વેદન જ વર્તે છે; ભગવાન આત્મા અનુભવમાં પ્રસિદ્ધ વર્તે છે, એટલે તેના અન્વેષણના વિકલ્પો ત્યાં રહેતા નથી. જાઓ, આ જ્ઞાનીનો અનુભવ ! આવો અનુભવ તે ધર્મ છે.
હવે કહે છે કે આવા નિર્વિકલ્પ અનુભવ વખતે આત્માનો ઉપયોગ ઇન્દ્રિયો કે મન તરફ નથી પણ પોતામાં જ ઉપયોગ છે તેથી તેને અતીન્દ્રિય કહીએ છીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk