________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવ વખતે જ્ઞાનનું અતીન્દ્રિયપણું
એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ-રસ-ગંધ-વર્ણને જાણે. તે અહીં નથી; અને મનનો ધર્મ એ છે કે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી. તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન જ્યારે અનુભવમાં પ્રવર્તે છે ત્યારે તેને અતીન્દ્રિય કહીએ છીએ.”
જાઓ, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાનને અતીન્દ્રિય કહ્યા. સ્વાનુભવ વખતે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બંને સ્વરૂપસન્મુખ જ થયા છે એટલે ઇન્દ્રિયાતીત થયા છે, ઇન્દ્રિયોનું કે મનનું અવલંબન તેમાં નથી તેથી તે અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ. મનનું અવલંબન નથી એટલે રાગનું પણ અવલંબન નથી એ વાત એમાં આવી જ ગઈ; રાગમાં તો મનનું અવલંબન છે. રાગના (વ્યવહારના) અવલંબનથી નિશ્ચય સ્વાનુભવ પમાશે એમ જે માને છે તેને મનના અવલંબન વગરનો અતીન્દ્રિય સ્વાનુભવ કદી થતો નથી, કેમકે તે તો રાગનું ને મનનું અવલંબન છોડીને આગળ જ વધતો નથી. રાગાતીત ને મનાતીત અનુભવની તેને ખબર નથી.
અહા, આ સ્વસમ્મુખ મતિ-શ્રુતજ્ઞાનનો મહિમા શું કહેવો? એ તો કેવળજ્ઞાનના સાધક છે. સમ્યગ્દષ્ટિના (ચોથા ગુણસ્થાનના પણ) સ્વાનુભવને અતીન્દ્રિય કહીએ છીએ, કેમકે તેમાં ઇન્દ્રિયોનો કે મનનો વેપાર નથી. ઇન્દ્રિયો તથા મનનો વેપાર તો પર તરફ હોય છે, સ્વરૂપમાં ઉપયોગ વખતે પર તરફનો વેપાર નથી. ઈન્દ્રિયો કે મનનો એવો સ્વભાવ નથી કે સ્વાનુભવમાં મદદરૂપ થાય. સ્વાનુભવ છે તેટલે અંશે ઇન્દ્રિય તથા મનનું અવલંબન છૂટયું છે ને જ્ઞાન અતીન્દ્રિય થયું છે. જો એટલું અતીન્દ્રિયપણું ન થાય ને ઇન્દ્રિયનું અવલંબન જ રહે તો તો આત્મા એકલા ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ જાય. –પણ એમ બનતું નથી. પ્રવચનસારમાં સ્પષ્ટ કહ્યું છે કે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk