________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : અધ્યાત્મ-સંદેશ
એટલે રાગાદિનો પ્રેમ તૂટયો તે જીવ પણ જરૂર મોક્ષ પામશે. શાસ્ત્રકારે એક ખાસ શરત મૂકી છે કે ‘ચૈતન્ય પ્રત્યેના પ્રેમથી' તેની વાત સાંભળે; એટલે જેના અંતરમાં ઊંડે ઊંડે પણ રાગનો પ્રેમ હોય, રાગથી લાભ થશેએવી બુદ્ધિ હોય તેને ચૈતન્યનો ખરો પ્રેમ નથી પણ રાગનો પ્રેમ છે, તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે ઊંડથી ખરો ઉલ્લાસ ન આવે. અહીં તો સવળાની વાત છે. રાગનો પ્રેમ ને શ૨ી૨–કુટુંબનો પ્રેમ તો અનાદિથી જીવ કરતો જ આવ્યો છે, પણ હવે તે પ્રેમ તોડીને ચૈતન્યનો પ્રેમ જેણે જગાડયો, વીતરાગી સ્વભાવસનો રંગ જેણે લગાડયો તે જીવ ધન્ય છે... તે નિકટ મોક્ષગામી છે. ચૈતન્યની વાત સાંભળતાં અંદરથી રોમરાય ઉલ્લુસી જાય... અસંખ્યપ્રદેશ ચમકી ઊઠે કે વાહ! મારા આત્માની આ કોઈ અપૂર્વ નવી વાત મને સાંભળવા મળી.. કદી નહોતું સાંભળ્યું એવું ચૈતન્યતત્ત્વ આજ મારા સાંભળવામાં આવ્યું; પુણ્ય અને પાપથી જુદી જ કોઈ આ વાત છે. –આમ અંતર્ સ્વભાવનો ઉત્સાહ લાવીને અને બિહર્ભાવોનો (પુણ્ય-પાપ વગેરે પરભાવોનો ) ઉત્સાહ છોડીને એક વાર જેણે સ્વભાવનું શ્રવણ કર્યું તેનો બેડો પાર! શ્રવણ તો નિમિત્ત છે પણ તેના ભાવમાં આંતરો પડી ગયો, સ્વભાવ અને પરભાવ વચ્ચે જરાક તિરાડ પડી ગઈ–તે હવે બંનેને જુદા અનુભવ્યે છૂટકો. ‘હું જ્ઞાયક ચિદાનંદઘન છું, એક સમયમાં પરિપૂર્ણ શક્તિથી ભરેલો જ્ઞાન ને આનંદનો સાગર છું' આવી અધ્યાત્મની વાત સંભળાવનારા સંત-ગુરુ પણ મહા ભાગ્યથી મળે છે, ને એવી વાત સાંભળવા મળી ત્યારે પ્રસન્નચિત્તથી, એટલે કે એના સિવાય બીજા બધાયની પ્રીતિ એક વાર છોડીને અને એની જ પ્રીતિ કરીને, ‘મારે તો આ જ સમજવું છે, આનો જ અનુભવ કરવો છે' એવી ઊંડી ઉત્કંઠા જગાડીને, ઉપયોગને જરાક તે તરફ થંભાવીને, જે જીવે સાંભળ્યું તે જીવ જરૂર તેની પ્રીતિ આગળ વધારીને સ્વાનુભવ કરશે, અને મુક્તિ પામશે. માટે કહ્યું કે ધન્ય છે તેમને કે જેઓ અધ્યાત્મરસના રસિક થઈને આવી સ્વાનુભવની ચર્ચા કરે છે.
પ્રશ્ન:- જીવ અનંતવાર ત્યાગી થયો ને ભગવાનના સમવસરણમાં ગયો, તો શું તેણે શુદ્ધાત્માની વાત નહિ સાંભળી હોય ?
,
ઉત્તર:- જુઓ, અહીં ‘પ્રસન્ન ચિત્તથી ' સાંભળવાનું કહ્યું છે એટલે એમ ને એમ સાંભળી લ્યે તેની વાત નથી, પણ અંતરમાં ચૈતન્યનો ઉલ્લાસ લાવીને સાંભળે તેની વાત છે. શું સાંભળે ?-કે ચૈતન્યસ્વરૂપ આત્માની વાર્તા સાંભળે. કેવી રીતે સાંભળે? કે ઉલ્લાસથી સાંભળે; રાગના ઉલ્લાસથી
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk