________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭ નહિ પણ ચૈતન્યના ઉલ્લાસથી સાંભળે. પુણ્ય-પાપ કે બહારની ક્રિયા તે ચૈતન્યનું સ્વરૂપ નથી, ચૈતન્યસ્વરૂપ તે બધાથી જાદું છે; પ૨દ્રવ્ય-પરક્ષેત્રપરકાળ ને પરભાવથી રહિત સદાય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવથી પરિપૂર્ણ આત્મસ્વરૂપ છે. –એની વાત સાંભળતાં પ્રમોદ આવે, તેને જ અહીં શ્રવણ કહ્યું છે. આવા શ્રવણ વડે શુદ્ધાત્મા લક્ષગત કર્યો,-તે અપૂર્વ છે. બાકી ભગવાનની સભામાં બેઠો બેઠો ભલે શુદ્ધાત્માની વાત સાંભળતો હોય પણ અંદરમાં જો રાગનો પક્ષ (રાગના આશ્રયથી લાભબુદ્ધિ ) સેવતો હોય, વ્યવહારના શુભરાગની વાત આવે ત્યાં અંદરમાં એમ પક્ષ થઈ જતો હોય કે · જો... આ અમારી વાત આવી!'-તો આચાર્યદેવ કહે છે કે તે જીવે શુદ્ધાત્માની વાત પ્રીતિથી સાંભળી નથી. જીવને શુદ્ઘનયનો પક્ષ પણ પૂર્વે કદી આવ્યો નથી- એમ સમયસારમાં કહ્યું છે, શુદ્ઘનયનો પક્ષ કહો કે ચૈતન્યની પ્રીતિ કહો, શુદ્ધાત્માનો ઉલ્લાસ કહો, તે એક જ અર્થમાં છે. દ્રવ્યલિંગી જૈન સાધુ થઈને પણ જે મિથ્યાદષ્ટિ રહી ગયો તેનું કારણ એ કે તેને અંત૨માંથી ચૈતન્યનો ઉલ્લાસ ન આવ્યો પણ ઊંડે ઊંડે સૂક્ષ્મ વિકા૨નો જ ઉલ્લાસ રહી ગયો. રાગથી ધર્મ થશે-એમ સીધું તો તે ન કહે, પણ અંતરના અભિપ્રાયના ઊંડાણમાં તેને વિકારનો રસ રહી જાય છે. શુદ્ધ ચૈતન્યનું લક્ષ કરે તો જ તેનો સાચો પક્ષ કર્યો કહેવાય. સમયસારની ચોથી ગાથામાં કહે છે કે
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।।
કામ–ભોગ અને બંધનની કથા તો સર્વે જીવોએ પૂર્વે અજ્ઞાનીપણે અનંત વાર સાંભળી છે, પરિચયમાં લીધી છે ને તેનો અનુભવ પણ કર્યો છે; પરંતુ પરથી વિભક્ત જ્ઞાનાનંદસ્વરૂપ એકાકાર આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી, પરિચયમાં લીધી નથી ને તેનો અનુભવ પણ કર્યો નથી. જુઓ, માત્ર શબ્દ કાને પડવા કે ન પડવા તેને અહીં શ્રવણ નથી લીધું, પણ જેને જેની રુચિ-ભાવના-અનુભવ છે તેને તેનું જ શ્રવણ છે. ભલે શુદ્ધાત્માના શબ્દો કાને પડતા હોય પણ જો અંતરમાં રાગની મીઠાશ-ભાવના ને અનુભવ વર્તે છે તો તે જીવ ખરેખર શુદ્ધાત્માની કથાનું શ્રવણ નથી કરતો પણ રાગકથાનું જ શ્રવણ કરી રહ્યો છે. શુદ્ધાત્માને લક્ષમાં લ્યે તો જ શુદ્ધાત્માનું શ્રવણ કર્યું કહેવાય.
પ્રશ્ન:- ઘણા જીવો એવા છે કે હજી સુધી ત્રસપર્યાય જ કદી પામ્યા નથી, એટલે તેમને કાન જ મળ્યા નથી, છતાં તે જીવોએ પણ કામભોગબંધનની કથા અનંત વાર સાંભળી-એમ કઈ રીતે કહેવાય ?
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk