________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : અધ્યાત્મ-સંદેશ
ઉત્તર:- એમાં પણ ઉપરનો જ ન્યાય લાગુ પડે છે. જેમ શુદ્ધાત્માની જેને રુચિ નથી તેને શુદ્ધાત્માના શબ્દો કાને પડવા છતાં તેને શુદ્ધાત્માનું શ્રવણ કહેતા નથી પણ બંધકથાનું જ શ્રવણ કહીએ છીએ-કેમ કે તે વખતે પણ તેના ભાવશ્રુતમાં તો બંધભાવ જ પોષાઈ રહ્યો છે, એ જ રીતે નિગોદ વગેરેના જીવોને બંધકથાના શબ્દો ભલે કાને નથી પડતા, પણ તેના ભાવમાં તો ક્ષણેક્ષણે બંધભાવનું સેવન ચાલી જ રહ્યું છે, માટે તે જીવો બંધકથા જ સાંભળી રહ્યા છે એમ કહેવામાં આવે છે. એટલે કે જે ઉપાદાનના ભાવમાં જેનું પોષણ છે તેનું જ તે શ્રવણ કરી રહ્યો છે, એમ કહેવામાં આવે છે. ભાઈ, તારા ભાવની રુચિ ન પલટે તો એકલા શબ્દો તને શું કરશે ? અહીં તો કહે છે કે અહો, એક વાર પણ અંતર્લક્ષ કરીને ચૈતન્યના ઉલ્લાસથી તેની વાત જેણે સાંભળી તેનાં ભવબંધન તૂટવા માંડયાં; તેણે જ સાચું સાંભળ્યું કહેવાય. આ અપેક્ષાએ કહે છે કે ધન્ય છે તેમને કે જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે. દ્રવ્યલિંગી મુનિ થઈને નવપૂર્વ ભણે, અગિયાર અંગ જાણે પણ અંતરમાં જ પુણ્ય-પાપથી પાર ચૈતન્યસ્વરૂપને દૃષ્ટિમાં ન લીધું તો અહીં કહે છે કે શુદ્ધાત્માની વાત તેણે સાંભળી જ નથી; તેણે ચૈતન્યનો પક્ષ નથી કર્યો પણ રાગના પક્ષમાં જ તે રોકાયો છે. એને રાગમાં ઉલ્લાસ આવ્યો પણ ચૈતન્ય-સ્વભાવમાં ઉલ્લાસ ન આવ્યો... સ્વભાવમાં ઉલ્લાસ આવે તો તે તરફ વીર્ય ઝૂકીને તેનો અનુભવ કરે જ. અહા, હું તો ચૈતન્યસ્વરૂપ... વીતરાગી સંતોની વાણી મારા ચૈતન્યસ્વરૂપનો જ પ્રકાશ કરે છે, એમ અંતરમાં ચૈતન્યના ભણકાર લાવીને ઉત્સાહથી-વીર્યોલ્લાસથી જેણે સાંભળ્યું તે અલ્પકાળમાં સ્વભાવના ઉલ્લાસના બળથી મોક્ષને સાધશે. આવો ચૈતન્યનો મહિમા આવવો તે માંગલિક છે.
ઉપર પદ્મનંદીપચ્ચીસીની જે ગાથા કહી તે એકત્વસ્વરૂપઅધિકારની ગાથા છે; તેમાં કહ્યું કે આ ચૈતન્યના એકત્સ્વરૂપ પ્રત્યે પ્રસન્નતા ને ઉલ્લાસ લાવીને, અને જગતનો ઉલ્લાસ છોડીને, પરભાવનો પ્રેમ છોડીને તેનું જેણે શ્રવણ કર્યું-“વાંચ્યું” એમ નહિ પણ “શ્રવણ કર્યું? એટલે કે શ્રવણ કરાવનારા જ્ઞાની સંત પાસેથી વિનયપૂર્વક સાંભળ્યું તે જીવ જરૂર સ્વાનુભવ પ્રગટ કરીને મુક્તિ પામે છે. અહા, જુઓ આ આત્મસ્વરૂપનો મહિમા! પં. ટોડરમલ્લજીએ ૨૦૦ વર્ષ પહેલાં સાધર્મી ઉપરના પત્રમાં આ ગાથાનો ઉલ્લેખ કર્યો છે. એ વખતના ગૃહસ્થો પણ કેવા અધ્યાત્મપ્રેમી હતા–તે આ પત્રથી ખ્યાલમાં આવે છે. સમયસારની પાંચમી ગાથામાં આચાર્યદવ કહે છે કે આત્માનું એકત્વ-વિભક્ત સ્વરૂપ, -કે જે જીવોએ પૂર્વે કદી સાંભળ્યું નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk