________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : અધ્યાત્મ-સંદેશ જ કહેવામાં આવે છે. જે સૂક્ષ્મ વિકલ્પ કે કષાય ત્યાં વિધમાન છે તે અબુદ્ધિપૂર્વક છે અને સર્વજ્ઞને કે અવધિ-મન:પર્યયજ્ઞાનીને જ ગમ્ય છે. મતિ-શ્રુતજ્ઞાની આગમથી કે અનુમાનથી તેનું વિદ્યમાનપણું નક્કી કરી શકે, પણ સીધું ન જાણે. કરણાનુયોગના સૂક્ષ્મ કથનની અપેક્ષાએ તો દશમાં ગુણસ્થાન સુધી કષાયના અંશનો કે વિકલ્પનો સદ્ભાવ કહ્યો છે, પણ તે સામાન્ય જીવોને ગમ્ય નથી માટે તેનું કથન સૂક્ષ્મકથનમાં કર્યું, અને સામાન્યપણે ત્યાં નિર્વિકલ્પતા કહી. એ જ રીતે પૃથકત્વ-વિતર્કવિચાર નામનું પ્રથમ શુકલધ્યાન આઠમાથી બારમા ગુણસ્થાને હોય છે
ત્યાં સૂક્ષ્મપણે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેમાં યોગનું સંક્રમણ હોય છે; દશમા સુધી સૂક્ષ્મપણે રાગનો વિકલ્પ પણ હોય છે, પરંતુ એક તો તે સામાન્ય જીવોને ગમ્ય નથી, અને બીજાં ત્યાં સ્વાનુભવની જ મુખ્યતા છે, માટે અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મવિકલ્પને ગૌણ કરીને ત્યાં નિર્વિકલ્પપણું કહ્યું છે. આ રીતે મુખ્ય-ગૌણ કરીને કથન કરવાની શાસ્ત્રની પદ્ધતિ છે. એકેક સમયના સૂક્ષ્મ પરિણામનું કથન કરવા જાય તો શાસ્ત્રનો પાર આવે નહિ ને જીવોને તે પકડાય પણ નહિ, એટલે જીવો હિત-અહિત સંબંધી જ્ઞાન કરીને પોતાનું પ્રયોજન સાધી શકે તે અનુસાર શાસ્ત્રોએ ૧૪ ગુણસ્થાન વગેરેનું કથન કર્યું છે; અત્યંત સૂક્ષ્મતાથી તો એકેક ગુણસ્થાનમાં પણ પરિણામોના અસંખ્ય પ્રકારો પડે છે. એટલે પ્રકરણઅનુસાર કયાંક સ્થૂળકથન હોય છે ને કયાંક સૂક્ષ્યકથન હોય છે. સ્વાનુભવને નિર્વિકલ્પ કહ્યો છે તે સ્થૂળકથન છે; ને જ્યારે સૂક્ષ્મપરિણામ બતાવવા હોય ત્યારે ત્યાં જે સૂક્ષ્મ પરિણામ કષાય વગેરે હોય તેનું પણ કથન કરે. અહીં એટલું વિશેષ જાણવું કે પૃથક–વિતર્કવિચાર વગેરેમાં સ્વાનુભવ વખતે પણ જે વિતર્ક-વિચાર કહ્યા છે તે સ્વમાં ને સ્વમાં જ છે, કાંઈ સ્વમાંથી ઉપયોગ છૂટીને પરમાં જાય-એવું સ્થળ સંક્રમણ ત્યાં નથી. સ્વાનુભવ વખતે ઉપયોગ તો સ્વજ્ઞયમાં જ છે; પણ જ્યાં સુધી વીતરાગભાવ પૂરો નથી થયો ને કષાયનો અત્યંત સૂક્ષ્મ અંશ પણ બાકી છે ત્યાં સુધી પરિણામમાં એટલી ચંચળતા છે. તથા ૧૧-૧૨ ગુણસ્થાને રાગ ન હોવા છતાં હુજી શ્રુતઉપયોગમાં એટલી ચંચળતા છે.
ચરણાનુયોગમાં સામાન્યપણે એમ કહેવાય કે મુનિ સર્વથા અપરિગ્રહી છે; પણ કરણાનુયોગ અંદરના સૂક્ષ્મ પરિણામ બતાવવા એમ કહે કે દશમા ગુણસ્થાન સુધી પરિગ્રહુ ( અંદરનો સૂક્ષ્મ લોભ) છે; આમ વિવક્ષા અનુસાર બંને કથન સાચાં છે, તેમાં કાંઈ વિરોધ નથી. ઉપરના ગુણસ્થાને જે સૂક્ષ્મલોભાદિ પરિણામ છે તેનું કાર્ય બહારમાં સ્થૂળરૂપે દેખાતું નથી–બહારમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk