________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : અધ્યાત્મ-સંદેશ હોય ત્યાં બીજું હોય જ, ને એક ન હોય ત્યાં બીજાં પણ ન હોય, આવા પરસ્પર અવિનાભાવપણાને સમવ્યાપ્તિ' કહેવાય છે. શરીર હોય ત્યાં આત્મા હોય”—એમ સાચું અનુમાન થઈ શકતું નથી, કેમ કે સિદ્ધ ભગવાનને શરીર ન હોવા છતાં આત્મા છે અને મૃતક કલેવરમાં શરીર હોવા છતાં આત્મા નથી; એટલે શરીરને અને જીવને વ્યાપ્તિ નથી. શરીર વગરનો આત્મા હોય પણ જ્ઞાન વગરનો આત્મા કદી ન હોય. માટે જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે, પણ શરીર તો આત્માથી ભિન્ન છે. એ જ રીતે, શરીરની માફક રાગ-દ્વેષ વગરનો પણ આત્મા હોય છે, માટે રાગ-દ્વેષ પણ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. આમ અનેક પ્રકારે યુક્તિથી વિચારીને આત્માનું સ્વરૂપ નક્કી કરવું તેને અનુમાન કહેવાય છે.
હું આત્મા છું; કેમકે મારામાં જ્ઞાન છે ને હું જ્ઞાનથી જાણું છું. શરીર તે આત્મા નથી; કેમકે તેનામાં જ્ઞાન નથી, તે કાંઈ જાણતું નથી. આત્મા જ્ઞાનસ્વભાવી છે; કેમકે જ્ઞાન વગરનો આત્મા કદી હોતો
નથી, તેમ જ આત્મા સિવાય બીજે કયાંય જ્ઞાન કદી હોતું નથી.
શુદ્ધનયથી હું શુદ્ધ સિદ્ધસમાન છું; અશુદ્ધનયથી મારામાં અશુદ્ધતા પણ છે. શુદ્ધનયનો આશ્રય કરીને શુદ્ધાત્માનો અનુભવ કરતાં પર્યાયમાંથી અશુદ્ધતા ટળીને શુદ્ધતા પ્રગટે છે.
આ પ્રમાણે અનુમાન અને નય-પ્રમાણ વગેરેના વિચારો તત્ત્વનિર્ણયના કાળે હોય છે; પણ એકલા એ વિચારથી જ કાંઈ સ્વાનુભવ નથી થતો. વસ્તુસ્વરૂપ નક્કી કરીને પછી જ્યારે સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરે ત્યારે જ સ્વાનુભવ થાય છે. અને એ સ્વાનુભવના કાળે નય-પ્રમાણ વગેરેના વિચારો હોતા નથી. નય-પ્રમાણ વગેરેના વિચાર એ તો પરોક્ષજ્ઞાન છે, અને સ્વાનુભવ તો કંચિત્ પ્રત્યક્ષ છે. પહેલાં આગમ અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનથી જે સ્વરૂપ જાણું અને વિચારમાં લીધું તેમાં પરિણામ એકાગ્ર થતાં તે સ્વાનુભવ-પ્રત્યક્ષ થાય છે. આ સ્વાનુભવમાં પહેલાં કરતાં કાંઈ બીજું સ્વરૂપ જાણું-એમ નથી, એટલે કે જ્ઞાનીને સ્વાનુભવમાં જાણપણાની અપેક્ષાએ વિશેષતા નથી પણ પરિણામની મન્નતા છે-તે વિશેષતા છે.
આત્માના અનુભવનું સ્મરણ કરીને ફરી તેમાં પરિણામ લગાવે છે. – પણ આવું સ્મરણ કોને હોય? કે પહેલાં એકવાર જેણે અનુભવ વડ સ્વરૂપ જાણું હોય, તેની ધારણા ટકાવી હોય, તે ફરીને તેનું સ્મરણ કરે. “પહેલાં આત્માનો અનુભવ થયો ત્યારે આવો આનંદ હતો. આવી શાંતિ હતી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk