________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૩ આવું જ્ઞાન હતું... આવો વૈરાગ્યભાવ હતો... આવી એકાગ્રતા હતી.. આવો પ્રયત્ન હતો...' એમ તેના સ્મરણ વડે ચિત્તને એકાગ્ર કરીને ધર્મી જીવ ફરીને તેમાં પોતાના પરિણામને જોડે છે. સ્વાનુભવ વખતે કાંઈ એવા સ્મરણ વગેરેના વિચારો નથી હોતા, પણ પહેલાં એવા વિચારો વડે ચિત્તને એકાગ્ર કરે છે, એટલે એવા પ્રકારના સ્મૃતિ-અનુમાન-આગમ વગેરે પૂર્વક (પછી તે વિચાર છૂટીને) સ્વાનુભવ થાય છે. વિચાર વખતે જે મતિ-શ્રુતજ્ઞાન હતા તે જ મતિ-શ્રુતજ્ઞાન વિકલ્પ છૂટીને સ્વાનુભવમાં આવ્યા, એટલે સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે એમ અહીં બતાવવું છે. મતિ-શ્રુતજ્ઞાને આત્માનું જ સ્વરૂપ જાણ્યું તેમાં જ તે મગ્ન થાય છે, તેમાં જાણપણાની અપેક્ષાએ ફેર નથી પણ પરિણામની મગ્નતાની અપેક્ષાએ ફેર છે.
મતિ-શ્રુતજ્ઞાન જ્યારે અંતરમાં ઉપયોગ મુકીને સ્વાનુભવ કરે છે ત્યારે તે નિર્વિકલ્પદશામાં કોઈ અપૂર્વ આનંદ અનુભવાય છે. જાણપણા અપેક્ષાએ ભલે ત્યાં વિશેષતા ન હોય પણ આનંદનો અનુભવ વગેરે અપેક્ષાએ તેમાં જે વિશેષતા છે, તે હવે પ્રશ્ન-ઉત્તર દ્વારા બતાવે છે.
વીતરાગી મોક્ષમાર્ગનો પડકાર કરતાં સંતો કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો ! તમે ચૈતન્યના વીતરાગ માર્ગે નહિ ચડી શકો... ચૈતન્યને સાધવાનો સ્વાધીન-પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકો. સ્વાધીન ચૈતન્યનો તમારો પુરુષાર્થ કયાં ગયો? તમે ધર્મ કરવા નીકળ્યા છો, તો ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટ કરો. એ વીતરાગી વીરતા વડ જ મોક્ષમાર્ગ સધાશે.
-વીતરાગી સંતોની આવી હાક સાંભળીને કોણ ન જાગે ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk