________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-અનુભવ વખતનો વિશિષ્ટ આનંદ
પ્રશ્ન – જો સવિકલ્પ-નિર્વિકલ્પદશામાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કઈ રીતે થાય છે?
સમાધાન - સવિકલ્પદશા વખતે જ્ઞાન અનેક શેયને જાણવારૂપ પ્રવર્તતું હતું, તે નિર્વિકલ્પદશામાં કેવળ આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, -એક તો એ વિશેષતા છે; બીજી વિશેષતા એ છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે કેવળ સ્વરૂપમાં જ તાદાભ્યરૂપ થઈ પ્રવર્યા. –આ બીજી વિશેષતા થઈ. આવી વિશેષતા થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે જેના અંશની પણ જાત વિષયોના સેવનમાં નથી; તેથી તે આનંદને અતીન્દ્રિય કહીએ છીએ.”
ધર્માજીવ સવિકલ્પદશા વખતે આત્માનું જ સ્વરૂપ જાણતા હતા તે જ નિર્વિકલ્પદશા વખતે જાણે છે, નિર્વિકલ્પદશામાં કાંઈ વિશેષ પ્રકાર જાણ્યા-એવી વિશેષતા નથી, છતાં સવિકલ્પ કરતાં નિર્વિકલ્પદશાનો ઘણો મહિમા કરો છો તો તેનું શું કારણ? એમાં એવી કઈ વિશેષતા છે કે આટલો બધો સ્વાનુભવનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે ? તે અહીં બતાવ્યું છે. ભાઈ, સ્વાનુભવ વખતે જ્ઞાનઉપયોગ પોતાના શુદ્ધઆત્માને જ સ્વય કરીને તેમાં થંભી ગયો છે, પહેલાં ઉપયોગ બહારના અનેક શયોમાં ને વિકલ્પોમાં ભમતો, તે મટીને ઉપયોગ પોતાના સ્વરૂપને એકને જ જાણવામાં એકાગ્ર થયો. એક તો આ વિશેષતા થઈ. અને બીજી વિશેષતા એ થઈ કે, પહેલાં સવિકલ્પદશા વખતે અનેક પ્રકારના રાગદ્વેષ-શુભાશુભ પરિણામ થતા, સ્વાનુભવ વખતે શુદ્ધોપયોગ થતાં બુદ્ધિપૂર્વકના સમસ્ત રાગાદિ પરિણામો છૂટી ગયા, કેવળ નિજસ્વરૂપમાં જ તન્મય પરિણામ થયા. આવી વિશેષતાને લીધે સ્વાનુભવકાળમાં સિદ્ધ ભગવાન જેવો જે અતીન્દ્રિય સ્વાભાવિક આનંદ અનુભવાય છે તે વચનાતીત છે, જગતના કોઈ પદાર્થમાં એ સુખનો અંશ પણ નથી, ઇન્દ્રિયજનિત સુખો કરતાં આ સુખની જાત જ જુદી છે; આ તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk