________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૫ આત્મજનિત સુખ છે, આત્માના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું છે. જો કે, જેટલી વીતરાગતા થઈ છે તેટલું આત્મિકસુખ તો સવિકલ્પદશા વખતેય ધર્મીને વર્તે છે, પરંતુ નિર્વિકલ્પદશા વખતે ઉપયોગ નિજસ્વરૂપમાં તન્મય થઈને જે અતીન્દ્રિય પરમ આનંદ વેદે છે તેની કોઈ ખાસ વિશેષતા છે. અહા, સ્વાનુભવનો આનંદ શું છે તેની કલ્પનાય અજ્ઞાનીને આવતી નથી. જેણે અતીન્દ્રિય ચૈતન્યને કદી જોયો નથી, જેણે ઇન્દ્રિયવિષયોમાં જ આનંદ માન્યો છે તેને સ્વાનુભવના અતીન્દ્રિયઆનંદની ગંધ પણ કયાંથી હોય? અરે, આવા સ્વાનુભવની ચર્ચા પણ જીવને દુર્લભ છે. જેણે જ્ઞાનને બાહ્ય-ઇન્દ્રિયવિષયોમાં જ ભમાવ્યું છે, જ્ઞાનને અંદરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના અતીન્દ્રિયસુખની કલ્પના પણ કયાંથી આવે? “ખાખરાની ખીસકોલી કેરીનો સ્વાદ ક્યાંથી જાણે?' તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિયસુખના સ્વાદને કયાંથી જાણે? જ્ઞાનીએ ચૈતન્યના અતીન્દ્રિયસુખને જાણ્યું છે; એનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે, એ સુખ એને નિરંતર વર્તે છે; તે ઉપરાંત અહીં તો નિર્વિકલ્પદશામાં તેને આનંદની જે વિશેષતા છે તેની વાત છે.
શંકા- અમે તો ગૃહસ્થ, ગૃહસ્થને આવી સ્વાનુભવની વાત કેમ સમજાય ?
સમાધાન ભાઈ, સ્વાનુભવની આ ચિદ્ધિ લખનાર પોતે પણ ગૃહસ્થ જ હતા અને જેમના ઉપર આ ચિઠ્ઠિ લખેલી છે તેઓ પણ ગૃહસ્થો જ હતા એટલે ગૃહસ્થોને સમજાય એવી આ વાત છે. આત્માનું સત્યજ્ઞાન તો ગૃહસ્થને પણ થઈ શકે છે. મુનિદશા જેવી સ્વરૂપસ્થિરતા ગૃહસ્થને ન હોય પરંતુ આત્માનું જ્ઞાન તો મુનિદશા જેવું જ ગૃહસ્થદશામાંય થઈ શકે છે, તેમાં કાંઈ ફેર પડતો નથી. અને આવું આત્મજ્ઞાન કરે તે જ ગૃહસ્થને ધન્ય કહ્યો છે; શ્રી કુંદકુંદસ્વામી તો કહે છે કે હે શ્રાવક! તું નિર્મળ સમ્યકત્વને ગ્રહણ કરીને, નિરંતર એને જ ધ્યાનમાં ધ્યાવ. આવું સમ્યકત્વ ગૃહસ્થને થઈ શકે છે-તો જ એમ કહ્યું ને ? માટે સાચી જિજ્ઞાસા પ્રગટ કરીને સમજવા માંગે તેને સ્વાનુભવની વાત જરૂર સમજાય. આ સૂક્ષ્મ તો લાગે, પણ આ સમજવાથી જ આત્માનું કલ્યાણ છે. માટે આત્માના સમ્યત્વની ને સ્વાનુભવની વાત બરાબર સમજવા જેવી છે.
પ્રશ્ન- આ સમજીને પછી શું કરવું? ૨૪ કલાકનો કાર્યક્રમ શું? ઉત્તરઃ- ભાઈ, ધર્માત્માનો ચોવીસે કલાકનો આ જ કાર્યક્રમ છે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk