________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૧ અને મન વગર જાણે! ભાઈ, જાણવાનો સ્વભાવ તો આત્માનો છે ને! આત્મા પોતે પોતાને મન અને ઇન્દ્રિય વગર જ જાણે છે. પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં “અલિંગગ્રહણ 'ના ૨૦ અર્થો કરતાં આચાર્યદવે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા એકલા અનુમાન વડે કે એકલા ઇન્દ્રિય-મન વડે જણાતો નથી, એટલે એકલા પરોક્ષ વડે તે જણાતો નથી. ઇન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહ્યું છે તે પરને જાણવાની અપેક્ષાએ, અને જાણવામાં તો તે જ્ઞાન ઇન્દ્રિયાતીત સ્વાનુભવપ્રત્યક્ષ છે. આ સ્વાનુભવ-પ્રત્યક્ષપણું અધ્યાત્મશેલીમાં છે, એટલે આગમની શૈલીમાં પ્રત્યક્ષ-પરોક્ષના જે ભેદો આવે તેમાં તેનું કથન ન આવે. સમયસારમાં કહે છે કે હું મારા સમસ્ત નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડું છું, તે સ્વાનુભવપ્રત્યક્ષથી પ્રમાણ કરજો. તો ત્યાં શ્રોતાઓ તો મતિશ્રુતજ્ઞાનવાળા જ છે ને તેમને જ મતિ-શ્રુતજ્ઞાન વડે સ્વાનુભવ-પ્રત્યક્ષ કરવાનું કહ્યું છે. જો સ્વાનુભવમાં મતિ-શ્રત પ્રત્યક્ષ ન હોય તો આમ કેમ કહું?
અહીં કહે છે કે, ધર્માત્માએ આવો સ્વાનુભવ કરતાં પહેલાં આગમ દ્વારા તથા અનુમાન વગેરે દ્વારા આત્માનું યથાર્થ સ્વરૂપ નક્કી કર્યું છે. પછી તેમાં પરિણામ લીન કરીને સ્વાનુભવ કરે છે.
આગમમાં, અરિહંતના આત્માનું ઉદાહરણ આપીને આત્માનો શુદ્ધ સ્વભાવ દેખાડ્યો છે. અરિહંતનો આત્મા દ્રવ્યથી–ગુણથી ને પર્યાયથી જેવો શુદ્ધ છે તેવો જ આત્માનો સ્વભાવ છે, અરિહંત જેવો સર્વજ્ઞસ્વભાવ આ આત્મામાં ભર્યો છે; અરિહંતના આત્મામાં શુભરાગ વગેરે વિકાર નથી તેમ શુભરાગ આ આત્માનો પણ સ્વભાવ નથી. આગમમાં શુભરાગને આત્માનો સ્વભાવ નથી કહ્યો પણ પરભાવ કહ્યો છે, તેને અનાત્મા અને આસ્રવ કહ્યો છે. એમ અનેક પ્રકારે આગમના જ્ઞાનથી આત્મસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વળી અનુમાનના વિચારથી પણ વસ્તુ સ્વરૂપ નક્કી કરે. –જેમ કેહું આત્મા છું. મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, જેમકે સિદ્ધ ભગવાન. જ્યાં જ્યાં આત્મા નથી ત્યાં ત્યાં જ્ઞાન પણ નથી, જેમકે અચેતન શરીર. વળી, જ્યાં જ્યાં જ્ઞાન નથી ત્યાં ત્યાં આત્મા પણ નથી, અને જ્યાં
જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન પણ છે. આ રીતે આત્માને અને જ્ઞાનને પરસ્પર વ્યાપ્તિપણું છે, એટલે એક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk