________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવજ્ઞાનનું વર્ણન
“જેનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ-પરોક્ષ પ્રમાણ કહીએ છીએ.
અથવા. હું આત્મા જ છું તેથી મારામાં જ્ઞાન છે; જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે-જેમકે સિદ્ધાદિક; વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં–જેમકે મૃતકકલેવરાદિક; આ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને અનુમાન-પરોક્ષ પ્રમાણ કહીએ છીએ.
અથવા, આગમ-અનુમાનાદિક વડે જે વસ્તુને જાણી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને સ્મૃતિરૂપ પરોક્ષજ્ઞાન કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માને જાણવાનું હોય છે. પછી, જે સ્વરૂપ જાણું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, તેનું કાંઈ વિશેષ જાણપણું લેતું નથી.”
(પાનું ૩૪૭-૩૪૮) જાઓ, આત્માને જાણે તે પ્રત્યક્ષ કે પરને જાણે તે પરોક્ષ એવી વ્યાખ્યા નથી; કેમકે મતિ-શ્રુતજ્ઞાન આત્માને જાણે છે છતાં તેને પરોક્ષ ગણ્યા છે, ને અવધિ-મન:પર્યયજ્ઞાન પરને જાણે છે છતાં તેને પ્રત્યક્ષ કહ્યાં છે. જે જ્ઞાન સ્પષ્ટ હોય અને સીધું આત્માથી થાય તે જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે; અને જે જ્ઞાન અસ્પષ્ટ હોય, જેમાં ઈન્દ્રિયાદિ પરનું કંઈક અવલંબન હોય તેને પરોક્ષ કહે છે. હવે મતિ-શ્રુતજ્ઞાન જ્યારે સ્વસમ્મુખ થઈને સ્વાનુભવમાં વર્તે છે ત્યારે તેમાંથી ઇન્દ્રિય-મનનું જેટલું અવલંબન છૂટયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે, તેમાં જે સ્વાનુભવ થયો તે એકલા આત્માથી જ થયો છે, બીજા કોઈનું તેમાં અવલંબન નથી, અને તે સ્વાનુભવ સ્પષ્ટ છે, માટે તે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષપણું અધ્યાત્મદષ્ટિવાળાને સમજાય તેવું છે. અહીં, મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk