________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ : અધ્યાત્મ-સંદેશ છે. આમ તો દષ્ટિઅપેક્ષાએ સમ્યગ્દષ્ટિને પણ વ્યવહાર-વિમુક્ત કહ્યા છે, પણ અહીં પરિણતિ અપેક્ષાએ વાત છે, જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી વ્યવહાર પરિણતિ ગણી છે, સિદ્ધને વ્યવહારથી પાર ગણ્યા છે. શાસ્ત્રોમાં જ્યાં જે વિવેક્ષા હોય તે સમજવી જોઈએ.
આ રીતે સંસારી જીવની અવસ્થાના અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એમ ત્રણ પ્રકાર કહ્યા. સંસારમાંથી મોક્ષ જનાર દરેક જીવને આ ત્રણે પ્રકારની અવસ્થાઓ થઈ જાય છે. અશુદ્ધતા તો અજ્ઞાનદશામાં બધા સંસારી જીવો ને અનાદિથી વર્તે છે; પછી આત્મજ્ઞાન થતાં સાધકભાવરૂપ મિશ્રદશા ખીલે છે, અને શુદ્ધતા વધી વધીને કેવળજ્ઞાન થતાં સાધ્યરૂપ પૂર્ણ શુદ્ધદશા પ્રગટે છે; પછી અલ્પકાળમાં તે મોક્ષપદ પામે છે. અશુદ્ધદશા છે તે આસ્રવ ને બંધતત્ત્વ છે, મિશ્રદશામાં જેટલી શુદ્ધતા છે તેટલા સંવર-નિર્જરા છે તથા અલ્પ અશુદ્ધતા છે તે આસ્રવ-બંધ છે; ને પૂર્ણ શુદ્ધતા પ્રગટી તે ભાવમોક્ષ છે. દ્રવ્યમોક્ષરૂપ સિદ્ધદશાની વાત અહીં નથી લીધી, કેમકે સંસારી-જીવોની જ વાત છે.
અજ્ઞાનીને એકલી અશુદ્ધતા છે; ચોથા ગુણસ્થાનથી કાંઈક શુદ્ધતા ને સાથે રાગ એમ મિશ્રપણું છે; બારમાં ગુણસ્થાને વીતરાગતા છે એટલે ત્યાં જોકે રાગ નથી પણ હજી જ્ઞાનાદિ ગુણોની અવસ્થા અધૂરી છે એટલે ત્યાં પણ મિશ્રભાવ ગમ્યો. કેવળજ્ઞાનીને જ્ઞાનાદિ પૂરા થઈ ગયા છે તેથી શુદ્ધતા ગણી, છતાં હજી (તેરમા-ચૌદમાં ગુણસ્થાને) સિદ્ધપણું નથી એટલે અસિદ્ધત્વ હોવાથી તેમનેય વ્યવહારમાં ગણ્યા; કેમકે પરમાણુ સાથે હજી તે પ્રકારનો સંબંધ છે ને પરિણતિમાં તે પ્રકારની યોગ્યતા છે. પછી સિદ્ધદશા થઈ ત્યાં વ્યવહાર છૂટી ગયો... ને વ્યવહાર છૂટ્યો ત્યાં સંસાર છૂટયો. વ્યવહારાતીત થયા ત્યાં સંસારાતીત થયા.
પ્રશ્ન:- અહીં ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર કહ્યો, સિદ્ધને વ્યવહારતીત કહ્યા, ને સમયસારાદિમાં તો સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનથી જ વ્યવહારનો નિષેધ કહ્યો છે?
ઉત્તર- ભાઈ, ત્યાં પણ જે વ્યવહાર છે તેની કાંઈ ના પાડી નથી પણ તેનો આશ્રય કરવાની ના પાડી છે; જે ભૂમિકાએ જે વ્યવહાર હોય તેને તું જાણજે પણ તેનો આશ્રય કરીશ નહિ એમ ત્યાં કહ્યું છે, જો તેના અવલંબને લાભ માનીશ તો તે વ્યવહારના વિકલ્પમાં જ અટકી જઈશ ને પરમાર્થનો અનુભવ થશે નહિ. નિજમત પ્રવર્તાવવા બંને નયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk