________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૧૯ જાણવાયોગ્ય કહ્યા છે, પણ આશ્રય કરવાયોગ્ય તો એક ભૂતાર્થસ્વભાવ જ કહ્યો છે, માટે વ્યવહારનું જ્ઞાન ન છોડો પણ તેનો આશ્રય છોડો, પરમાર્થનો આશ્રય કરો-એવો ઉપદેશ છે. એ જ રીતે અહીં પણ સંસારઅવસ્થામાં કયા જીવને કેવો વ્યવહાર છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ કાંઈ તેનો આશ્રય કરવાનું નથી કહ્યું. એક ત્રિકાળી અખંડ દ્રવ્યને સંસારી ને સિદ્ધ એવા બે અવસ્થાભેદથી લક્ષમાં લેવું તે પણ વ્યવહાર છે, ને તે ભેદના લક્ષે નિર્વિકલ્પતા થતી નથી; એકરૂપ અભેદ દ્રવ્યસ્વભાવને દૃષ્ટિમાં લેવો તે નિશ્ચય છે, ને તેના જ લક્ષ નિર્વિકલ્પતા થાય છે.
પ્રશ્નઃ- વ્યવહાર તે મિથ્યાત્વ છે?
ઉત્તર:- ના, ભાઈ ! વ્યવહાર પોતે મિથ્યાત્વ નથી; વ્યવહાર તો સમ્યગ્દષ્ટિને પણ હોય છે, અહીં તો ઠેઠ ચૌદમા ગુણસ્થાન સુધી વ્યવહાર કહ્યો છે; તે વ્યવહાર કાંઈ મિથ્યાત્વ નથી, પણ વ્યવહારના ભેદના અવલંબનમાં અટકીને તેનાથી લાભ માને તો જરૂર મિથ્યાત્વ છે.
સમયસાર-નાટકમાં કહ્યું છે કે અસંખ્યાત પ્રકારના જે મિથ્યાત્વભાવ છે તે વ્યવહાર છે; અને જેને મિથ્યાત્વ છૂટયું ને સમ્યકત્વ થયું તે જીવ નિશ્ચયમાં લીન છે ને વ્યવહાર-વિમુક્ત છે. ત્યાં એમ સમજવું કે જે મિથ્યાત્વભાવ છે તે કોઈ ને કોઈ પ્રકારે વ્યવહારઆશ્રિત છે, તેથી જેટલા પ્રકાર મિથ્યાત્વના તેટલા જ પ્રકાર વ્યવહારના કહ્યા; પણ જે વ્યવહાર છે તે જ મિથ્યાત્વ છે એમ ન સમજવું. સમ્યગ્દષ્ટિનેય વ્યવહાર તો ભૂમિકા મુજબ હોય, પણ તેને તેના આશ્રયની બુદ્ધિ નથી તેથી તેને મિથ્યાત્વ નથી.
સંસાર-અવસ્થામાં રહેલા જીવની જે ત્રણ અવસ્થાનું (ત્રણ પ્રકારના વ્યવહારનું) કથન કર્યું તેનું સ્વરૂપ કહે છે:
*
* અશુદ્ધવ્યવહાર શુભાશુભઆચારરૂપ છે; * શુદ્ધાશુદ્ધવ્યવહાર શુભોપયોગમિશ્રિત સ્વરૂપાચરણરૂપ છે; * અને શુદ્ધવ્યવહાર શુદ્ધસ્વરૂપાચરણરૂપ છે.
*
“તેમાં વિશેષ એટલું કે, કોઈ કહે કે શુદ્ધ સ્વરૂપાચરણ તો સિદ્ધ વિષે પણ વર્તે છે તેથી ત્યાં પણ વ્યવહારસંશા કહેવી જોઈએ; તો તેમ નથી, કેમકે સંસારઅવસ્થા સુધી વ્યવહાર કહીએ છીએ, સંસારઅવસ્થા મટતાં વ્યવહાર પણ મટયો કહેવાય,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk