________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૧૫ જ નિશ્ચયસમ્યક્ત્વ (શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીત ) હોય−(“ બંને સાથ રહેલ ”) તો જ એનો વ્યવહાર સાચો છે, નહિતર તો વ્યવહા૨ાભાસ છે. નિશ્ચયશ્રદ્ધા તો છે નહિ ને એકલા વ્યવહારના શુભરાગમાં સંતુષ્ટ થઈ જાય છે એટલે તે રાગને જ મોક્ષમાર્ગ માન્યા વગર રહેશે નહિ, તેથી તેની શ્રદ્ધા મિથ્યા જ છે. આ રીતે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ છે જ નહિ. નિશ્ચયસમ્યક્ત્વાદિના આશ્રયે જ મોક્ષમાર્ગ છે. અથવા, જે નિશ્ચયસમ્યક્ત્વાદિ છે તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહાર-સમ્યકત્વાદિ શુભરાગરૂપ છે તે મોક્ષમાર્ગ નથી.
અરે ભાઈ, મોક્ષમાર્ગ તો વસ્તુના સ્વભાવની જાતનો હોય કે એનાથી વિરુદ્ધ હોય ? નિશ્ચય-સમ્યક્ત્વનો જે ભાવ છે તે તો વસ્તુસ્વભાવની જ જાતનો છે ને સિદ્ધદશામાંય તે ભાવ રહે છે. વ્યવહારસમ્યક્ત્વનો જે (રાગ) ભાવ છે તે વસ્તુસ્વભાવની જાતનો નથી પણ વિરુદ્ધ ભાવ છે, સિદ્ધદશામાં તે ભાવ રહેતો નથી. આવી સ્પષ્ટ અને સીધી વાત, જિજ્ઞાસુ થઈને સમજે તો તરત સમજાય તેવી છે. પણ જેને સમજવું ન હોય ને વાદવિવાદ કરવા હોય તે તો આવી સ્પષ્ટ વાતમાં પણ કંઈક ને કંઈક કુતર્ક ક૨શે. શું થાય? કોઈ બીજાને પરાણે સમજાવી શકે તેમ નથી.
6
તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યક્ત્વ ક્યું છે; ‘તત્ત્વ’ એટલે જે વસ્તુનો જેવો ‘ભાવ’ હોય તેવો જાણવો જોઈએ, તો જ તે વસ્તુને સાચી રીતે માની કહેવાય. જીવમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવો છે તે જીવનો ‘ભાવ’ છે; આ અનંત શક્તિરૂપ ભાવને ભૂલીને એક ક્ષણિક વિકાર ભાવ જેટલી જ જીવની કિંમત આંકે, તો તેણે ખરેખર જીવના ‘ભાવ ’ને જાણ્યો નથી. રાગથી લાભ માનનાર ખરેખર તો તે રાગ જેટલી જ જીવની કિંમત માની રહ્યો છે; ‘આ રાગ વડે મને જીવનો સ્વભાવ મળી જશે' એનો અર્થ એ થયો કે જીવના સ્વભાવની કિંમત રાગ જેટલી જ તેણે માની. તે પોતાના શુદ્ધ સ્વભાવને, પોતાના સમ્યક્ ભાવને, પોતાના સ્વભાવની સાચી કિંમતને જાણતો નથી, એટલે બહારના પદાર્થોને કે વિકારી ભાવને કિંમત આપે છે ને પોતાને કિંમત વગરનો વિકારી ક્લ્પ છે, તેથી તેની શ્રદ્ધા ‘સમ્યક્’ નથી પણ મિથ્યા છે;–ભલે તે શુદ્ધ જૈનના દેવ-ગુરુશાસ્ત્રને શુભરાગથી માનતો હોય ને દેવાદિને માનતો ન હોય તોપણ એટલાથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી. ભાઈ, તારી અચિંત્ય કિંમત છે, જગતમાં મોંઘામાં મોંઘું ચૈતન્યરત્ન તું જ છે, તારી વસ્તુમાં પ્રવેશીને તારા સાચા ભાવને-સાચા સ્વરૂપને તું જાણ તો જ તને સમ્યક્ત્વ થાય ને તારું મિથ્યાત્વ ટળે. સ્વ-પરનું ભેદજ્ઞાન ત્યારે જ સાચું કહેવાય કે જો શુદ્ધાત્માનું શ્રદ્ધાન ભેગું હોય; દેવ-ગુરુની ઓળખાણ ત્યારે જ સાચી વાય કે જો શુદ્ધાત્માનું શ્રદ્ધાન ભેગું હોય. નવતત્ત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક્ હેવાય કે જ્યારે ભૂતાર્થસ્વભાવની
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk