________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : અધ્યાત્મ-સંદેશ સમુખ થઈને શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે. એકલા વ્યવહારથી એ બધું કર્યા કરે ને જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન કરે તો તે જીવને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. માટે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ જે નિશ્ચય-સમ્યકત્વ છે તે જ ખરું સમ્યકત્વ છે, ને તે જ મોક્ષમાર્ગ છે-એમ જાણવું.
અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબીને જે પ્રતીત થઈ, તે સમ્યક પ્રતીતનો ભાવ સ્વભાવમાંથી આવ્યો છે, તે પ્રતીત સ્વભાવની જાતની છે. સિદ્ધ ભગવાનની પ્રતીત, અને નાનામાં નાના એટલે કે ચોથા ગુણસ્થાનવાળા સમકિતીની પ્રતીત, એ બંનેની પ્રતીતમાં કાંઈ ફેર ગણવામાં આવ્યો નથી. જેવો શુદ્ધાત્મા સિદ્ધપ્રભુની પ્રતીતમાં છે તેવો જ શુદ્ધઆત્મા સમકિતીની પ્રતીતમાં છે. બહારના આશ્રયે થયેલો વ્યવહારશ્રદ્ધાનો ભાવ કાંઈ બધા જીવોને એકસરખો નથી હોતો. પણ આથી એમ ન સમજવું કે એ ભાવ ગમે તેવો (વિપરીત પણ) હોય. નવતત્ત્વને જે વિપરીત માનતો હોય, દેવ-ગુરુ-શાસ્ત્રને અન્યથા માનતો હોય, સર્વજ્ઞતા વગેરેને માનતો ન હોય, એવા જીવને તો વ્યવહારશ્રદ્ધા પણ વિપરીત છે. જેને નવતત્ત્વની, દેવ-ગુરુ-શાસ્ત્રની કે સ્વ-પરની ભિન્નતાની ઓળખાણ નથી તેને તો શુદ્ધાત્માનું શ્રદ્ધાન બહુ આઘું છે. અહીં તો એ બધા ઉપરાંત આગળની વાત બતાવવી છે કે એ બધું કરવા છતાં જો શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરે તો જ સમ્યગ્દષ્ટિ થાય, એના વગર સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ.
શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ આવું નિશ્ચય સમ્યગ્દર્શન તો સાતમા ગુણસ્થાને હોય, છઠ્ઠ-પાંચમે-ચોથે નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય'-આમ કોઈ કહે તો એનો અર્થ એ થયો કે ત્યાં મોક્ષમાર્ગ જ ન હોય. અરે, ભાઈ ! એ તો માર્ગની ઘણી વિપરીતતા છે. ચોથે-પાંચમે-છઠું નિશ્ચય વગર એકલા વ્યવહારથી જ જો તું મોક્ષમાર્ગ માની લેતો હો તો એને તો આચાર્ય ભગવાને “વ્યવહારમૂઢતા” કીધી છે. નિશ્ચય વગરના કેવળ વ્યવહારને મોક્ષમાર્ગમાં ગણતા નથી. મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન કહ્યું છે તે શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય, સમ્યકત્વ છે, અને એવું નિશ્ચયસમ્યકત્વ ચોથા ગુણસ્થાને પણ નિયમથી હોય છે, એટલે ત્યાં એકદેશમોક્ષમાર્ગ પણ ગણવામાં આવે છે.
આવું સમ્યકત્વનું સાચું સ્વરૂપ પણ ન ઓળખે ને તેમાં ગોટા વાળે તેણે તો મોક્ષમાર્ગનું ખરું સ્વરૂપ જાણ્યું નથી. મોક્ષમાર્ગનું ખરું
સ્વરૂપ સમજે પણ નહિ તે તેને સાધે ક્યાંથી ? તેથી અહીં પહેલાં જ મોક્ષમાર્ગના નિશ્ચય-સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. આટલી સમ્યકત્વની વાત કરીને હવે તેની સાથેના સમ્યજ્ઞાનની વાત કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk