________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ : અધ્યાત્મ-સંદેશ કદી બે જીવોને સરખાપણું થાય નહિ. સર્વજ્ઞકથિત જિનમાર્ગની જેને આસ્થા હોય તેને જ આ વાત હૃદયમાં ઊતરે એવી છે. આ વચનિકામાં છેલ્લે પં. બનારસીદાસજી પોતે જ કહે છે કે આ વચનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચન અનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્ય અનુસાર કલ્યાણ થશે. “કેવળીવચન અનુસાર” એમ કહ્યું એટલે જેને સર્વજ્ઞ-કેવળીની પ્રતીત બેસે તેને જ આ વાત સમજાય એવી આ પરમાર્થવનિકા છે.
સંસારમાં અનંતા જીવો, અનંતાનંત પરમાણુઓ; તે દરેક પોતપોતાના ગુણો-પર્યાયો સહિત, અને તે દરેકના પરિણામ ભિન્ન ભિન્ન પ્રકારનાં, કોઈનાં પરિણામ બીજાની સાથે સર્વ પ્રકારે મળતા આવે નહિ-આટલી વાત કરી. હવે તે જીવ અને પુદ્ગલોની અવસ્થાઓનું વિશેષ વર્ણન કરે છે.
અહા, આઠ વરસનો છોકરો કેવળજ્ઞાનીપણે આકાશમાં વિચરતો હશે... ને દિવ્યધ્વનિવડે લાખોકરોડો જીવોને પ્રતિબોધતો હશે... એનો દિવ્યદેદાર કેવો હશે !! ઇન્દ્ર-ચક્રવર્તીઓ એના ચરણોને પૂજતા હશે !!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk