________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૦૩ પરિણામમાં પણ વિવિધતા છે. અનંતાનંત ૫૨માણુઓમાંથી એક પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા બીજા પરમાણુની અવસ્થા સાથે સર્વપ્રકારે મળતી આવે જ નહિ. જોકે પરમાણુ એકપ્રદેશી જ છે તેથી તેના ક્ષેત્ર-આકારમાં ફેર ન હોય, એટલે કે એકએક ૫૨માણુનો આકાર સરખો જ હોય પણ તેના વર્ણ-ગંધ-રસસ્પર્શદિની પરિણતિના પ્રકારમાં કંઈક ને કંઈક ફેર હોય છે. આ રીતે વિભાવમાં દરેક જીવ અને દરેક પુદ્દગલની યોગ્યતા જુદા જુદા પ્રકારની છે. જીઓ, સ્વભાવમાં અનંતા જીવોને સમાનતા છે, પણ વિભાવમાં સમાનતા નથી, વિભાવમાં દરેક જીવની લાયકાત જુદા જુદા પ્રકારની છે.
જુઓ, અમુક લોકો કહે છે કે જગતમાં અનંતા જીવોની ભિન્ન ભિન્ન સત્તા નથી, બધું થઈને એક જ અદ્વૈતબ્રહ્મ છે; અને અહીં જૈનસર્વજ્ઞ કહે છે કે જગતમાં અનંત જીવોની સત્તા છે અને દરેક જીવના પરિણામ ભિન્ન ભિન્ન વિચિત્રતા સહિત છે. –કેટલો મોટો ફે૨ ? પોતાનું સ્વતંત્ર પરિપૂર્ણ અસ્તિત્વ જ જે ન માને તે પૂર્ણતાને કયાંથી સાધે ? દરેક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ, પરિણામની અનંત પ્રકારની વિચિત્રતા, તે વિચિત્રતામાં નિમિત્તરૂપ કર્મોમાં પણ અનંત પ્રકારની વિચિત્રતા, આ બધું ભગવાન સર્વજ્ઞના જૈનમત સિવાય બીજે કયાંય હોય નહિ.
પ્રશ્ન:- દરેક જીવના પરિણામમાં વિચિત્રતા છે, સંસારમાં કોઈ બે જીવના પરિણામ સર્વ પ્રકારે સરખા ન હોય-એમ અહીં કહ્યું, પરંતુ ગુણસ્થાનવર્ણનમાં તો કહ્યું છે કે અનિવૃત્તિકરણમાં બધા જીવોના સરખા પરિણામ હોય છે?
ઉત્તરઃ ચારિત્રસંબંધી અમુક પરિણામની અપેક્ષાએ ત્યાં સરખાપણું કહ્યું છે, પરંતુ ત્યાં કાંઈ બધા પરિણામોનું સરખાપણું નથી; જ્ઞાનાદિ પરિણામોમાં તેમ જ અઘાતીકર્મો સંબંધી બીજા અનેક ભાવોમાં ત્યાં વિચિત્રતા છે. તે જ ગુણસ્થાને કોઈને ચાર જ્ઞાન હોય, કોઈને બે જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય, કોઈને અલ્પ આયુ હોય, કોઈને ઘણું હોય, કોઈને એક ધનુષની અવગાહના હોય, કોઈને સવા પાંચસો ધનુષની અવગાહના હોય, કોઈ એકાવતારી હોય, કોઈ તદ્દભવ મોક્ષગામી હોય–ઇત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતા હોય છે. સંસારમાં કોઈ બે જીવોના પરિણામમાં કદાચિત કોઈ અમુક પ્રકારથી મળતાપણું હોય પરંતુ સર્વપ્રકારે સરખાપણું હોય નહિ. કેવળજ્ઞાનાદિ સામર્થ્યમાં સરખાપણું થાય પરંતુ ઉદયભાવમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk