________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ : અધ્યાત્મ-સંદેશ
6
જીવો રહેલા છે, બધાય વચ્ચે શરીર એક જ, છતાં પરિણિત બધાયની ભિન્નભિન્ન; દરેકની પરિણતિમાં કંઈક ને કંઈક જુદો પ્રકાર છે. એક જ શરીરમાં રહેલા અનંતા નિગોદ જીવોમાં કોઈ ભવ્ય હોય, કોઈક અભવ્ય પણ હોય. અનંતા ભવ્યોમાં પણ કોઈ અલ્પકાળમાં મોક્ષ જનાર હોય, ને કોઈ અનંત કાળેય મોક્ષ ન જાય એવા હોય. સંસારના જીવોની આવી વિચિત્રતાનું જ્ઞાન તે વીતરાગતાનું કારણ છે. જગતના જીવો અને પુદ્દગલો પોતપોતાના સ્વભાવથી જ વિવિધ પરિણતિવાળા છે, તેમાં બીજો શું કરે ? દ્રવ્યસ્વભાવે બધા જીવો સરખાં છતાં પરિણતિમાં બધાયને ફેર. આમ કેમ ? '−કે એનું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું, તેમાં બીજો શું કરી શકે ? જ્ઞાતા હોય તે જાણે, ને અજ્ઞાની કર્તાબુદ્ધિનો મોહ કરે. જીવ પોતાની જ્ઞાનપરિણતિને કરે અથવા મોહપરિણતિને કરે, પણ પરમાં તો કાંઈ જ ન કરે. જીવ અને પુદગલ દરેકનું સ્વતંત્ર-પરિણમન એ જગતની વસ્તુસ્થિતિ છે. ‘ઉત્પાવવ્યયમ્રૌવ્યયુ ં સત્'-તે પોતાથી જ છે, બીજો કોઈ તેનું કારણ નથી. પરમાણુઓ પણ પોતાના સ્વભાવસામર્થ્યથી ભરેલા જડેશ્વર છે; બે પરમાણુની અવસ્થા સર્વથા સરખી ન હોય. આકાર ભલે સરખો હોય, પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ અનંત ગુણોની પરિણતિમાં કયાંક ને કયાંક ફેરફાર હોય જ. આ રીતે સંસારમાં દરેક જીવ અને દરેક ૫૨માણુની અવસ્થામાં કંઈક ને કંઈક ફેર હોય જ છે. આ દરેક દ્રવ્યના પરિણમનની અત્યંત સ્વતંત્રતા બતાવે છે.
સંસારઅવસ્થામાં રહેલા જીવની અંદર જે બની રહ્યું છે તેની આ વાત છે. સર્વજ્ઞદેવે જાણેલું આ અલૌકિક વિજ્ઞાન છે. તેરમા–ચૌદમા ગુણસ્થાને કેવળજ્ઞાનસામર્થ્ય બધા જીવોનું સરખું પણ ઔદિયકભાવમાં બધાયને ફેર; કોઈ પણ બે સંસારી જીવના પરિણામ સર્વ પ્રકારથી મળતા આવે નહિ–એવો જ અહેતુકસ્વભાવ છે. શુદ્ઘનયથી બધા જીવો દ્રવ્યસ્વભાવે સરખા, બધાય જીવો અનાદિથી વર્તમાન સુધી આવ્યા છે, છતાં કોઈ સિદ્ધ, કોઈ સંસારી, કોઈ સર્વજ્ઞ, કોઈ અલ્પજ્ઞ, કોઈ વીતરાગી, કોઈ રાગી, કોઈ જ્ઞાની, કોઈ અજ્ઞાની; એક ગુણસ્થાનવર્તી અનેક જીવોના પરિણામોમાં પણ વિચિત્રતા; છઠ્ઠા ગુણસ્થાને કોઈને ચાર જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય, કોઈને બે જ જ્ઞાન હોય, બે જ્ઞાનવાળા પણ કોઈવાર ચારજ્ઞાનવાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામી જાય; એક જીવ પહેલાં કેવળજ્ઞાન પામીને દેશન્યૂન ક્રોડપૂર્વ સુધી અદ્વૈતપદે વિચરે ને બીજો જીવ તેના પછી કેવળજ્ઞાન પામીને તેના પહેલાં સિદ્ધ થાય;-આમ સંસારી જીવના પરિણામોમાં અનેક વિચિત્રતા છે. એ જ રીતે પુદ્ગલ દ્રવ્યના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk