________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦) : અધ્યાત્મ-સંદેશ (એટલે કે ઊર્ધ્વતા તરફ પરિણમવા માંડ્યા હતા ત્યારે તેમાં ગર્ભિતશુદ્ધતા હતી, તે હવે સ્વાનુભવ વડે ગ્રંથિભેદ થતાં પ્રગટ શુદ્ધતારૂપ થઈને મોક્ષમાર્ગરૂપ પરિણમવા માંડ્યા. જ્ઞાનના જાણપણાને અને ચારિત્રની વિશુદ્ધિને મોક્ષમાર્ગાનુસારી કહ્યા હતા તે આ અપેક્ષાએ સમજવા; તે મોક્ષમાર્ગઅનુસારી ક્યારે?-કે આગળ વધીને ગ્રંથિભેદ વડે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે ત્યારે. –એના સિવાય મોક્ષમાર્ગ થતો નથી. એકલા શુભમાં કે જાણપણામાં જ ધર્મ કે મોક્ષમાર્ગ માનીને જે અટકી જાય છે ને આગળની શુદ્ધભૂમિકાનું જેને લક્ષ નથી તેના જ્ઞાન-ચારિત્રમાં મોક્ષમાર્ગાનુસારીપણું લાગુ પડતું નથી. જ્ઞાનગુણ ને ચારિત્રગુણરૂપી બીજમાંથી, વિકાસરૂપી અંકુરા પ્રગટે, તેને ગ્રંથિ-ભેદરૂપ પાણી પાતાં મોક્ષમાર્ગરૂપ શાખા ફૂટે અને તેમાં કેવળજ્ઞાન તથા વીતરાગતારૂપી ફળ પાકે, આવી તાકાત દરેક જીવમાં પડી છે. બીજા અને અંકુર હોવા છતાં ગ્રંથિભેદ વગર મોક્ષમાર્ગની શાખા ફૂટે નહિ. જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે પોતાની પર્યાયમાં કેવળજ્ઞાનના ને વીતરાગતાના આંબા રોપ્યા, તેની શાખા ફૂટી, હવે અલ્પકાળમાં સાક્ષાત્ ફળ આવશે. અંતે તો બધું ગ્રંથિભેદ ઉપર આવીને ઊભું રહે છે; ગ્રંથિભેદ એટલે કે સમ્યગ્દર્શન એ મૂળ વસ્તુ છે. હે જીવ! આટલે સુધી આવ્યો હવે સમ્યગ્દર્શન પ્રગટ કરીને મોક્ષમાર્ગી થા.
જાણપણારૂપ જ્ઞાન અને મંદકષાયરૂપ ચારિત્ર-તેમાં જે ગર્ભિતશુદ્ધતા છે તેનાથી પણ અકામનિર્જરા છે એમ પહેલાં કહ્યું છે. તે સંબંધી શંકા –સમાધાન દ્વારા વધુ સ્પષ્ટતા કરે છે
અહીં કોઈ આશંકા કરે છે કે તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બંનેથી નિર્જરા થાય છે, ત્યાં જ્ઞાનના જાણપણાથી નિર્જરા થાય એ તો અમે માન્યું, પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય?–એ અમે સમજ્યા નહિ.
તેનું સમાધાનઃ સુણો ભૈયા! વિશુદ્ધતા તો સ્થિરતારૂપ પરિણામથી કહીએ; એ સ્થિરતા યથાખ્યાતચારિત્રનો અંશ છે, તેથી વિશુદ્ધતામાં શુદ્ધતા આવી. (અને એ વિશુદ્ધતા વડે નિર્જરા છે.)
ફરી શંકાકાર બોલ્યો-તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી પણ અમે કહીએ છીએ કે વિશુદ્ધતાથી નિર્જરા નથી પણ શુભબંધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk