________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : અધ્યાત્મ-સંદેશ
ભાઈ, તારું જ્ઞાન એ કેવળજ્ઞાનની જ જાતનું, –પણ કયારે ? કે તું તારા સ્વભાવનું સમ્યગ્નાન કર ત્યારે. હજી તો શુભરાગને મોક્ષનું કારણ માનતો હોય, વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ થવાનું માનતો હોય, જડ દેહની ક્રિયાઓને આત્માની માનતો હોય ને તે ક્રિયાઓથી ધર્મ થવાનું માનતો હોય, તેને તો કહે છે કે ભાઈ, તારું બધુંય જ્ઞાન મિથ્યા છે. હજી તો સર્વજ્ઞે કહેલાં નવતત્ત્વની તને ખબર નથી, સર્વજ્ઞસ્વભાવનો (કેવળજ્ઞાનનો ) તને નિર્ણય નથી ત્યાં તે કેવળજ્ઞાનનો અંશ કેવો હોય તેની ઓળખાણ કયાંથી થાય? મારું આ જ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છેએ બરાબર નક્કી કરે એની દ્દષ્ટિ અને જ્ઞાનપરિણતિ તો જ્ઞાનસ્વભાવમાં ઊંડી ઊતરી ગઈ હોય. એ શુભરાગમાં ધર્મ માનીને એમાં જ ન રોકાઈ રહે; એ તો રાગથી કયાંય પાર એવા જ્ઞાનસ્વભાવમાં અંદર પ્રવેશી જાય. આવું જ્ઞાન તે જ કેવળજ્ઞાનની જાતનું થઈને કેવળજ્ઞાનને સાધે છે. સમ્યક્ મતિશ્રુત તે જો કેવળજ્ઞાનની જાતનું ન હોય ને વિજાતીય હોય તો તે કેવળજ્ઞાનને કઈ રીતે સાધી શકે? કેવળજ્ઞાનની જાત હોય તે જ કેવળજ્ઞાનને સાધી શકે. રાગ તે કેવળજ્ઞાનની જાત નથી તેથી તે કેવળજ્ઞાનને સાધી શકતો નથી; મતિ-શ્રુત સમ્યજ્ઞાન તે કેવળજ્ઞાનની જાત છે તેથી અંત૨માં એકાગ્ર થઈને તે કેવળજ્ઞાનને સાધે છે. સમ્યજ્ઞાન જ્યોત પ્રગટી તે કદી બુઝાવાની નથી, એ વધી વધીને કેવળજ્ઞાન લેશે.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ અને ગંભીર તો છે, પરંતુ પોતાના
પરમ હિતની વાત છે એટલે બરાબર ધ્યાન રાખીને ખાસ સમજવા જેવી
છે. ધ્યાન રાખીને અંતરથી સમજવા ધારે તો જરૂર સમજાય તેમ છે. આ કાંઈ દૂર દૂરની કોઈની વાત નથી પણ પોતાના આત્મામાં જે સ્વભાવ વર્તી રહ્યો છે તેની જ આ વાત છે, એટલે ‘આ વાત મારા આત્માની જ છે.' એમ અંતરમાં ડોકિયું કરીને સમજે તો તરત જ સમજાય અને સમજતાં અપૂર્વ આનંદ થાય, એવી આ વાત છે.
પ્રશ્નઃ- છદ્મસ્થજીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ કયાંથી સમજી શકે?
ઉત્તર:- છદ્મસ્થ જ્ઞાની પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નક્કી કરી શકે છે. એણે જ્ઞાનને સ્વસન્મુખ કરીને સર્વજ્ઞતાના અખંડ સામર્થ્યથી ભરપૂર એવા પોતાના જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તેમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ સ્પષ્ટ ભાસી ગયું છે. જો કેવળજ્ઞાનને જ ન સમજે તો મોક્ષતત્ત્વને પણ ન સમજે, મોક્ષતત્ત્વને જે ન સમજે તે મોક્ષમાર્ગને પણ ન સમજે,
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk