________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૩ પ્રશ્ન:- ચાર જ્ઞાનને તો વિભાવજ્ઞાન કહ્યા છે, અહીં તેમને સ્વભાવના અંશ કેમ કહ્યા?
ઉત્તર - તેમને વિભાવ કહ્યા છે તે તો અપૂર્ણતાની અપેક્ષાએ કહ્યા છે, કાંઈ વિરુદ્ધ જાતની અપેક્ષાએ (રાગાદિની જેમ) તેમને વિભાવ નથી કહ્યા. એ ચારે જ્ઞાનો છે તો સ્વભાવના જ અંશ ને સ્વભાવની જ જાત; પણ તે હજી અધૂરા છે ને અધૂરાના આશ્રયે પૂરું જ્ઞાન ખીલતું નથી એટલે પૂર્ણ સ્વભાવનો આશ્રય કરાવવા અપૂર્ણ જ્ઞાનોને વિભાવ કહ્યા છે. પણ જેમ રાગાદિ વિભાવો તો સ્વભાવથી વિરુદ્ધ છે–તેમની જાત જ જુદી છે, તેમ કાંઈ જ્ઞાનની જાત જુદી નથી, જ્ઞાન તો સ્વભાવથી અવિરુદ્ધ જાતનું જ છે જેમ પૂર્ણ પ્રકાશથી ઝળહળતા સૂર્યમાંથી વાદળાંનો વિલય થતાં જે પ્રકાશકિરણો ઝળકે છે તે સૂર્યપ્રકાશનો જ અંશ છે, તેમ જ્ઞાનાવરણાદિ વાદળાં તૂટતાં સમ્યક મતિઋતરૂપ જે જ્ઞાનકિરણો પ્રગટયા તે, કેવળજ્ઞાનના પૂર્ણ પ્રકાશથી ઝળહળતો જે ચૈતન્યસૂર્ય, તેના જ પ્રકાશના અંશો છે. સમ્યક અતિશ્રુતરૂપ જે અંશો છે તે બધાય ચૈતન્યસૂર્યનો જ પ્રકાશ છે. જેમ બીજચંદ્ર વધી વધીને પૂર્ણચંદ્રરૂપ થાય છે તેમ સમ્યક મતિ-શ્રુતજ્ઞાન પણ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય છે. જો કે મતિશ્રુતપર્યાય તો પલટી જાય છે, તે પોતે કાંઈ કેવળજ્ઞાનરૂપ થતી નથી, એટલે પર્યાય અપેક્ષાએ તે જ નથી પરંતુ સમ્યક જાતિઅપેક્ષાએ તે જ વધતાં વધતાં કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પાંચેય જ્ઞાનો સમ્યજ્ઞાનના જ પ્રકાર છે એટલે કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બને “સમ્યકપણે સરખાં છે, બંનેની જાત એક છે. જેમ એક જ પિતાના પાંચ પુત્રોમાં કોઈ મોટો હોય, કોઈ નાનો હોય, પણ છે તો બધાય એક જ બાપના દીકરા; તેમ કેવળજ્ઞાનથી માંડીને મતિજ્ઞાન એ પાંચે સમ્યજ્ઞાનો જ્ઞાનસ્વભાવના જ વિશેષો છે, તેમાં કેવળજ્ઞાન એ મોટો મહાન પુત્ર છે ને મતિજ્ઞાનાદિ ભલે નાના છે, તોપણ તે કેવળજ્ઞાનની જ જાત છે. શાસ્ત્રમાં (જયધવલામાં) વીરસેનસ્વામીએ ગણધરને “સર્વજ્ઞપુત્ર' કહ્યા છે, તેમ અહીં કહે છે કે મતિ-શ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના પુત્ર છે, સર્વજ્ઞતાના અંશ છે. જેમ સિદ્ધ ભગવાનનો પૂર્ણ અતીન્દ્રિય આનંદ ને સમકિતીનો ભૂમિકાયોગ્ય અતીન્દ્રિય આનંદ એ બંને આનંદની એક જ જાત છે. માત્ર પૂરા ને અધૂરાનો જ ભેદ છે પણ જાતમાં તો જરાય ભેદ નથી, એટલે સમકિતીનો આનંદ તે સિદ્ધભગવાનના આનંદનો જ અંશ છે; આનંદની જેમ એનું મતિજ્ઞાન તે પણ કેવળજ્ઞાનનો જ અંશ છે. પૂરા ને અધૂરાનો ભેદ હોવા છતાં બંનેની જાતમાં જરાય ભેદ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk