________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૩૩
6
પદ્ધત્તિનું જ્ઞાન મતિશ્રુતજ્ઞાનીને પણ અંશે હોય છે. અનંતા પ્રકારો છે, તે બધાને કાંઈ છદ્મસ્થ પૂરા ન જાણી શકે, પણ કયા ભાવ સ્વભાવઆશ્રિત છે, કયા ભાવ પરાશ્રિત છે; કયા ભાવ મોક્ષમાર્ગનું કારણ છે, કયા ભાવ બંધનું કારણ છે, કયા ભાવથી ધર્મ છે, કયા ભાવથી ધર્મ નથી–એમ પ્રયોજન પૂરતું જ્ઞાન સમ્યગ્દષ્ટિને મતિશ્રુતજ્ઞાન વડે પણ હોય છે. તે જ્ઞાન ભલે ઓછું છે, પણ છે તો કેવળજ્ઞાનઅનુસાર જ. આ વચનીકા કેવળીવચનઅનુસાર છે' એમ પં. બનારસીદાસજી પોતે જ આ વચનીકામાં છેલ્લે કહેશે. અનંત પ્રકારના શુદ્ધ-અશુદ્ધ ભાવોમાંથી પોતાના હિત-અહિતનું પૃથક્કરણ કરી લ્યે એવી તાકાત મતિશ્રુતજ્ઞાનમાં છે; અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન વડે પણ એ ભાવોના એકદેશનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આ રીતે આગમ-અધ્યાત્મ બંને પદ્ધત્તિના અનંત પ્રકારોને કેવળજ્ઞાની સંપૂર્ણપણે જાણે છે, મતિશ્રુતજ્ઞાની તેના અંશને જાણે છે, ને અવધિ-મન:પર્યયજ્ઞાની પણ તેના એક ભાગને જાણે છે. આ બધા જ્ઞાનો યથાવસ્થિત જાણનારા છે; તે યથાવસ્થિત જ્ઞાનમાં પણ ન્યુનાધિકપણું જાણવું. કેવળજ્ઞાન તો બધાનું સરખું હોય, તેમાં કોઈને ન્યુનાધિકપણું ન હોય, પરંતુ મતિ-શ્રુતજ્ઞાનમાં કે અવધિ-મન:પર્યયજ્ઞાનમાં હીનાધિકતાના અનેક પ્રકારો પડે છે. આ જ્ઞાનો વડે પોતાની વધુ-ઓછી શક્તિના પ્રમાણમાં આગમ-અધ્યાત્મના પ્રકારોને સમ્યગ્દષ્ટિ-જ્ઞાતા જાણે છે, ને એ જ્ઞાનબળે તે શુદ્ધ-અધ્યાત્મપદ્ધત્તિને સાધે છે.
શુદ્ધચેતનારૂપ અઘ્યાત્મપદ્ધતિ મોક્ષમાર્ગરૂપ છે, તે અપૂર્વ છે; પૂર્વે કદી નહોતો એવો એ ભાવ છે. જગતમાં તો એ ભાવવાળા જીવો અનાદિથી થતા આવ્યા છે પણ આ જીવને માટે તે ભાવ નવો છે એટલે અપૂર્વ છે. આગમ-પદ્ધત્તિરૂપ શુભાશુભભાવ તો અનાદિથી જીવ કરતો આવ્યો છે તેમાં કાંઈ નવીનતા કે અપૂર્વતા નથી, ને તે ધર્મનું કારણ નથી; શુદ્ધચેતનાપદ્ધત્તિ તે જ ધર્મનું કારણ છે, તે આત્મસ્વભાવના આશ્રયે છે. વિકાર તો અનંતાનંત પુદ્દગલના આશ્રયે છે ને ધર્મ આત્મસ્વભાવના આશ્રયે છે. -આમ કહીને મોક્ષમાર્ગ અને બંધમાર્ગ બંનેની જાત સ્પષ્ટ જુદી બતાવી છે; મોક્ષમાર્ગ આત્માને આશ્રિત છે ને બંધમાર્ગ પુદ્દગલને આશ્રિત છે.
પ્રશ્નઃ- બંધભાવો કરે છે તો આત્મા, છતાં તેને પુદ્ગલાશ્રિત કેમ કહ્યા ?
ઉત્તર:- જીવજો નિજસ્વભાવનો આશ્રય કરીને પરિણમે તો બંધભાવની ઉત્પત્તિ ન થાય. સ્વભાવથી બહાર પરનો આશ્રય કરે તો જ બંધભાવની ઉત્પત્તિ થાય છે; ને તે બંધભાવમાં નિમિત્તરૂપ અનંત પરમાણુરૂપ કર્મ છે,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk