________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ-અધ્યાત્મ પદ્ધત્તિના જ્ઞાતા કોણ?
આત્માશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગ; પુદ્ગલાશ્રિત આગમપદ્ધત્તિ તે બંધમાર્ગ
હવે, આગમ અને અધ્યાત્મ એ બંનેમાં જે અનંતતા કીધી તે સંબંધી થોડી વિશેષ સ્પષ્ટતા કરે છે, અને તેનું સ્વરૂપ જાણનારા કોણ છે તે બતાવે છે:
“એ પ્રમાણે આગમ-અધ્યાત્મની અનંતતા જાણવી; તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંતરૂપ છે; કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત અને આગમ અનંતાનંત પુદ્ગલ દ્રવ્યાશ્રિત છે. આ બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળજ્ઞાનગોચર છે તથા અંશમાત્ર મતિશ્રુતજ્ઞાનગ્રાહ્ય છે. તેથી સર્વથા પ્રકારે આગમી-અધ્યાત્મી (આગમ-અધ્યાત્મના જ્ઞાતા) તો કેવળજ્ઞાની છે, અંશમાત્ર જ્ઞાતા મતિશ્રુતજ્ઞાની છે અને દેશમાત્રજ્ઞાતા અવધિજ્ઞાની-મન પર્યયજ્ઞાની છે. આ ત્રણે (સંપૂર્ણજ્ઞાતા, અંશજ્ઞાતા, દેશજ્ઞાતા) યથાવસ્થિત જ્ઞાનપ્રમાણ ન્યૂનાધિકરૂપ જાણવા.”
અધ્યાત્મપદ્ધત્તિમાં એક શુદ્ધાત્માનો જ આશ્રય છે, છતાં તેમાંય અનંતા ગુણોના અનંતા નિર્મળ પરિણામો છે, ને એકેક નિર્મળ પરિણામમાં અનંત સામર્થ્ય છે; એટલે અધ્યાત્મપદ્ધત્તિમાં અનંતતા છે. આગમપદ્ધત્તિમાં વિકાર પરિણામના અનંત પ્રકારો, ને તેમાં નિમિત્તરૂપ કર્મના પણ અનંત પ્રકારો, તે કર્મમાં અનંતાનંત પુદ્ગલપરમાણુઓ;-એ રીતે અનંતાનંત પુદ્ગલ દ્રવ્યોને આશ્રિત હોવાથી આગમપદ્ધત્તિ અનંતાનંતરૂપ છે. આ બંનેના અનંત પ્રકારોનું પૂરું જ્ઞાન તો કેવળજ્ઞાનીને છે. જીવોના શુદ્ધ-અશુદ્ધ પરિણામોમાં સૂક્ષ્મ પ્રકારો એટલા બધા અંનતા છે કે એનું સ્વરૂપ પૂરેપૂરું તો કેવળજ્ઞાની જ જાણી શકે. અને કેવળીઅનુસાર સામાન્યપણે એ બંને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk