________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ : અધ્યાત્મ-સંદેશ
તેથી તેને પુદ્દગલ-આશ્રિત કહીને, આત્માના સ્વભાવથી તેની ભિન્નતા સમજાવી છે. પણ કાંઈ કર્મ તે કરાવે છે એવો તેનો આશય નથી. કર્તા થઈને તે-રૂપે પરિણમે છે જીવ પોતે, પણ તે પરિણમન સ્વભાવ તરફનું નથી, પુદ્દગલ તરફનું છે, માટે તેને પુદ્દગલ-આશ્રિત કહ્યું છે. એના આશ્રયે ધર્મ કે મોક્ષમાર્ગ નથી. શુભને જે મોક્ષનું સાધન માને છે તેના મતમાં પુદ્દગલાશ્રિત જ મોક્ષમાર્ગ થઈ જાય છે કેમકે શુભભાવ તો પુદ્દગલાશ્રિત છે, તે કાંઈ આત્મસ્વભાવને આશ્રિત નથી. મોક્ષમાર્ગ આત્મસ્વભાવને આશ્રિત છે. પુદ્દગલ-આશ્રિત જે ભાવ હોય તે મોક્ષમાર્ગનું કારણ થઈ શકે નહિ. ધર્મ અધ્યાત્મપદ્ધત્તિરૂપ છે; અધ્યાત્મપદ્ધત્તિ એટલે શુદ્ઘપરિણામ, તે આત્માના સ્વભાવના આશ્રયે છે, પરનો આશ્રય તેમાં જરા પણ નથી. વાહ! કેટલી સ્પષ્ટ વાત છે! મોક્ષમાર્ગ કેવો સ્પષ્ટ ને સ્વાધીન છે! અરે, આવા સ્પષ્ટ માર્ગને ભૂલીને જીવો બહારમાં કયાંક ને કયાંક અટવાઈ રહ્યા છે. અહીં તે માર્ગ સંતોએ ખુલ્લો કરીને જગતસમક્ષ મુકયો છે.
અધ્યાત્મપદ્ધત્તિમાં એટલે કે શુદ્ધપર્યાયરૂપ મોક્ષમાર્ગમાં તો સ્વદ્રવ્યનો એકનો જ આશ્રય છે, ને બંધભાવરૂપ આગમપદ્ધત્તિમાં અનંતાનંત ૫૨માણુઓ નિમિત્ત છે. એક છૂટો ૫૨માણુ જીવને બંધનું નિમિત્ત થતો નથી, અનંતાનંત પુદ્દગલો ભેગા થાય ત્યારે જ બંધમાં નિમિત્તરૂપ થઈ શકે છે; ઓછામાં ઓછી સ્થિતિઅનુભાગવાળું કર્મ હોય તેમાં પણ પુદ્દગલો અનંતાનંત હોય છે. આવા અનંતાનંત પુદ્ગલો અને તેના આશ્રયે થતો અનંત પ્રકારનો વિકાર, તેની પરંપરાને આગમરૂપ કર્મપદ્ધત્તિ કહે છે.
અભયને કે મિથ્યાદષ્ટિને સદાય આવી આગમરૂપ કર્મપદ્ધત્તિ જ છે; અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધત્તિ તેને કદી પ્રગટતી નથી ને આગમપદ્ધત્તિ તેને કદી છૂટતી નથી, કેમ કે તે સ્વભાવનો આશ્રય કદી કરતો નથી ને કર્મનો આશ્રય કદી છોડતો નથી. ધર્મીને સ્વભાવના આશ્રયે અધ્યાત્મપદ્ધત્તિ થતાં આગમપદ્ધત્તિ (વિકારની પરંપરા) છૂટવા માંડે છે. અજ્ઞાની આવા શુદ્ધભાવને ઓળખતો પણ નથી. અને વિકારની પદ્ધત્તિ શું છે, વિકારની રીત શું છે તેનું પણ તેને ખરૂં જ્ઞાન નથી, તે તો પરથી વિકાર માને છે અથવા શુભરાગરૂપ વિકારની પદ્ધત્તિને ધર્મની પદ્ધત્તિ માની બેસે છે. આ રીતે તેને એય પદ્ધત્તિનું જ્ઞાન નથી, –એ વાત હવે કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk