________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ : અધ્યાત્મ-સંદેશ
ભગવાન તેનો છેડો ન જાણી શકયા માટે તેને અનંત કહી દીધું-એમ નથી. ભગવાને અનંતને અનંતપણે જાણ્યું તેથી તેને અનંત કહ્યું. અનંતને પણ સર્વજ્ઞભગવાન જાણે છે, જો ન જાણે તો ‘સર્વજ્ઞ ’ કેમ કહેવાય ?
પ્રશ્ન:- જો ભગવાન અનંતને જાણે છે તો ભગવાનના જ્ઞાનમાં તેનો અંત આવી ગયો કે નહિ?
ઉત્તરઃ- ના; ભગવાને અનંતને અનંતપણે જાણ્યું છે, અનંતને અંતવાળા તરીકે નથી જાણ્યું. ભગવાન અનંતને નથી જાણતા–એમ પણ નથી, ને ભગવાને જાણવાથી તેનો અંત આવી જાય છે એમ પણ નથી; અનંત અનંતપણે રહીને ભગવાનના જ્ઞાનમાં જણાય છે. જો અનંતને અંત તરીકે જાણ તો તે જ્ઞાન ખોટું; અને જો ‘અનંત ’ને ન જાણી લ્યે તો તે જ્ઞાન પૂરું નહિ.
પ્રશ્નઃ- અનંત હોય તે જ્ઞાનમાં કઈ રીતે જણાય ?
ઉત્તર:- ભાઈ, પદાર્થની અનંતતા કરતાં જ્ઞાનસામર્થ્યની અનંતતા ઘણી મોટી છે, તેથી બેદ જ્ઞાનસામર્થ્ય અનંતને પણ પહોંચી વળે છે. જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય લક્ષમાં આવે તો જ આ વાત બેસે તેવી છે. વિકારમાં અટકેલું જ્ઞાન મર્યાદિત છે તે અનંતને નથી પહોંચી શકતું, પણ વિકાર વગરના જ્ઞાનમાં તો અચિંત્ય બેહદ તાકાત છે, તે અનાદિઅનંતકાળને, અનંતાનંત આકાશપ્રદેશોને એ બધાયને સાક્ષાત્ જાણી લે છે. અરે, એનાથી તો અનંતગણું સામર્થ્ય એનામાં ખીલ્યું છે.
પ્રશ્ન:- અહીં વૃક્ષ અને બીજના દષ્ટાંતે વિકાર અને કર્મ એ બંનેની પરંપરા પણ અનંત કીધી, તો પછી વિકારનો નાશ થઈને મોક્ષ કયારે થાય?
ઉત્તર:– વૃક્ષ અને બીજની પરંપરા સામાન્યપણે અનંત છે, પણ તેથી કરીને કાંઈ બધા બીજમાંથી વૃક્ષ ઊગે જ એવો નિયમ નથી, ઘણાંય બીજ ઊગ્યા પહેલાં બળી જાય છે, ને તેને વૃક્ષબીજની પરંપરાનો અંત આવી જાય છે. એકવાર જે બીજ બળી ગયું તે ફરીને દી ઊગતું નથી. તેમ જગતમાં સામાન્યપણે વિકા૨ ને કર્મની પરંપરા અનંત છે, તેનો જગતમાંથી કદી અભાવ થવાનો નથી, પણ તેથી કરીને કાંઈ બધાય જીવોને એવી વિકારી પરંપરા ચાલ્યા જ કરે એવો નિયમ નથી; ઘણાય જીવો પુરુષાર્થ વડે વિકારની પરંપરા તોડીને સિદ્ધપદને સાધે છે, તેમને વિકારની પરંપરાનો અંત આવી જાય છે. જેણે એકવાર વિકારના બીજને બાળી નાંખ્યું તેને ફરીને કદી વિકાર થતો નથી. આ રીતે વિકારની પરંપરા તૂટી શકે છે.
પ્રશ્નઃ- વિકારની પરંપરા તો અનાદિની છે, તો તેનો અંત કેમ
આવે ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk