________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૨૯ ચાલી રહી છે, ને શુદ્ધપર્યાયનો પ્રવાહ પણ જગતમાં અનાદિથી ચાલી જ રહ્યો છે. પહેલાં સિદ્ધ કે સંસાર? તો બંને અનાદિના છે; પહેલાં વિકાર કે કર્મ?–તો બંનેની પરંપરા અનાદિની છે. પહેલાં દ્રવ્ય કે પર્યાય? પહેલાં સામાન્ય કે વિશેષ?–તો એ બંને અનાદિના છે, પહેલાં-પછીપણું તેમાં નથી. જો “દ્રવ્યની પહેલી પર્યાય આ’ એમ કહો તો ત્યાં દ્રવ્યની જ આદિ થઈ જાય છે, દ્રવ્ય અનાદિ નથી રહેતું; એ જ રીતે દ્રવ્યની છેલ્લી પર્યાય આ”—એમ કહો તો ત્યાં દ્રવ્યનો જ અંત થઈ જાય છે, દ્રવ્ય અનંત નથી રહેતું. એકેક પર્યાય આદિ-અંતવાળી ભલે હો, પણ પર્યાયના પ્રવાહને આદિ-અંત નથી, એટલે દ્રવ્યની પર્યાયમાં આ પહેલી ને આ છેલ્લી–એવું આદિઅંતપણું નથી. દ્રવ્યમાં પર્યાયનો પ્રવાહ પહેલાં ન હતો ને પછી શરૂ થયો, અથવા તે પ્રવાહુ કદી અટકી જશે-એમ નથી. જેમ દ્રવ્ય અનાદિઅનંત છે તેમ તેની સાથે તેની પર્યાયનો પ્રવાહ પણ અનાદિઅનંત વર્તી જ રહ્યો છે, ને કેવળજ્ઞાનમાં બધું જણાઈ રહ્યું છે. જુઓ તો ખરા, આ જગતની વસ્તુસ્થિતિ! અનાદિને અનાદિપણે ને અનંતને અનંતપણે જેમ છે તેમ કેવળીભગવાન વિકલ્પ વગર જાણે છે.
પ્રશ્ન – પહેલી પર્યાય કઈ ને છેલ્લી પર્યાય કઈ–એ ભગવાન પણ ન જાણે?
ઉત્તરઃ- ભગવાન જેમ વસ્તુ હોય તેમ જાણે, કે તેનાથી વિપરીત જાણે? જે “અનાદિ' છે તેને “આદિ' છે જ નહિ પછી ભગવાન તેની
આદિ' કયાંથી જાણે ? અને જે “અનંત છે તેનો અંત” છે જ નહિ પછી ભગવાન તેનો અંત ક્યાંથી જાણે? જો ભગવાન તેના આદિ અને અંત જાણે તો અનાદિ-અનંતપણું કયાં રહ્યું? ભાઈ, આ તો સ્વભાવનો અચિંત્ય વિષય છે. અહો, અનંતતા જે જ્ઞાનમાં સમાઈ ગઈ તે જ્ઞાનની દિવ્ય અનંતતા લક્ષમાં લેતાં જ્ઞાન તેમાં જ (–જ્ઞાનસ્વભાવના અનંતમહિનામાં જ) ડુબી જાય છે, એટલે જ્ઞાન સ્થિર થઈ જાય છેનિર્વિકલ્પ થઈ જાય છે.
પ્રશ્ન:- જો અનંતનો છેડો ભગવાન પણ ન જાણે તો તો તેમનું જ્ઞાનસામર્થ્ય મર્યાદિત થઈ ગયું?
ઉત્તર:- ના, ભગવાન જો અનંતને અનંત તરીકે પણ ન જાણતા હોય તો તેમનું જ્ઞાન સામર્થ્ય મર્યાદિત કહેવાય; પરંતુ ભગવાન તો કેવળજ્ઞાનના અમર્યાદિત સામર્થ્યવર્ડ અનંતને પણ અનંત તરીકે પ્રત્યક્ષ જાણે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk