________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૮૭ સમ્યગ્દર્શન નથી. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય-એ સિદ્ધાંતમાં મોટી ભૂલ છે. નિશ્ચય ને વ્યવહાર બંને સાથે છે, તેમાં પણ મુખ્યતા નિશ્ચયની છે. સ્વભાવની શુદ્ધતારૂપ નિશ્ચયની સાથે તે ભૂમિકાને યોગ્ય જે રાગાદિ છે તે વ્યવહાર છે.
ચોથા ગુણસ્થાન વગેરેમાં નિશ્ચય ન હોય, ત્યાં એકલો વ્યવહાર હોય-એમ જેઓ માને છે, તેઓ શુદ્ધાત્માને એક કોર રાખીને એકલા રાગથી ધર્મ કરવા નીકળ્યા છે, –પણ એમ ધર્મ થાય નહિ. નિશ્ચય સમ્યકત્વપૂર્વક જ ધર્મની ને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યકત્વ વગર કોઈને ચોથું પણ ગુણસ્થાન નથી હોતું તો પછી મુનિપણું તો કયાંથી હોય?
વળી ચોથી ભૂમિકા વગેરેમાં જે નિશ્ચય-વ્યવહાર સાથે છે તેમાં પણ, જે નિશ્ચય સમ્યકત્વાદિ છે તે અરાગભાવ છે, અને જે વ્યવહાર સમ્યકત્વાદિ છે તે સરાગભાવ છે; બંને એક ભૂમિકામાં સાથે હોવા છતાં તેમાં જે રાગ ભાવ છે તે અરાગભાવને મલિનતા કરતો નથી તેમજ જે રાગભાવ છે તે અરાગભાવનું કારણ પણ થતો નથી. બંનેની ધારા જ જાદી છે; બંનેનાં કાર્ય પણ જુદા છે. રાગભાવ તો બંધનું કારણ થાય છે ને અરાગભાવ મોક્ષનું કારણ થાય છે. સાધકને આવી બંને ધારા સાથે હોય છે. પણ જ્યાં એકલો શુભરાગ છે ને રાગ વગરનો ભાવ જરાય નથી તો ત્યાં ધર્મ નથી.
ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગ સમ્યગ્દર્શનની શુદ્ધીને હણી શકતો નથી. જો તે રાગ પ્રગટેલી શુદ્ધતાને નુકશાન કરતો હોય તો તો કોઈને સાધકપણું થઈ જ ન શકે. છટ્ટ ગુણસ્થાને જે સંજ્વલનરાગ છે તે ત્યાંની શુદ્ધીને હણી શકતો નથી. આમ બંને ધારા એક સાથે છે, છતાં બંને ધારા એક થઈ જતી નથી; તેમ જ સાધકને વીતરાગતા થયા પહેલાં બંનેમાંથી એક્રય ધારા સર્વથા છૂટી જતી નથી. જો શુદ્ધતાની ધારા તૂટે તો સાધકપણું છૂટીને અજ્ઞાની થઈ જાય; અને જો રાગની ધારા છૂટી જાય તો તુરત વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે સાધકને નિરંતર નિશ્ચયનું પરિણમન વર્તી રહ્યું છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને દરેક ગુણસ્થાને તે તે ભૂમિકાને યોગ્ય શુદ્ધતાની ધારા નિરંતર વર્તે છે.
જ્યાં સાચું સમ્યગ્દર્શન (નિશ્ચય) હોય ત્યાં બીજામાં તેનો આરોપ કરીને “આ પણ સમ્યગ્દર્શન છે” એમ કહ્યું તે વ્યવહાર છે.
પણ જ્યાં સાચું સમ્યગ્દર્શન જ નથી ત્યાં બીજામાં આરોપ કોનો ને વ્યવહાર કેવો?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk