________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૯ અરે જીવ! સ્વાનુભવની કળા શીખવનારા ને સંસારથી તારનારા સંત-ધર્માત્માઓ તને મળ્યા, તો અત્યારે તારી બહારની કળાના જાણપણાનું ડહાપણ એકકોર મુક ને સ્વાનુભવકળાની મહત્તાને સમજ. ભાઈ એના વિના સંસારનો ક્યાંય આરો નથી. આ સ્વાનુભવ પાસે બીજા બધા ભણતર થોથા છે. હજારો વર્ષના શાસ્ત્રભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. માટે એને તું જાણ. આત્માના જ્ઞાનધ્યાન વડે ધર્મીને ઘણી શુદ્ધતા વધતી જાય છે ને અસંખ્યાતગણી નિર્જરા થતી જાય છે. બહારનો ઉઘાડ તો વધે કે ન પણ વધે પણ અંદર ચૈતન્યને અનુભવવાની જ્ઞાનની શક્તિ તેને વધતી જાય છે, ને આવરણ એકદમ તૂટતું જાય છે, એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. -એમ સમજીને હે જીવ! તું તેની આરાધનામાં તત્પર થા.
સમ્યકત્વસંબંધી અને નિર્વિકલ્પ અનુભવસંબંધી ઘણું સરસ સ્પષ્ટીકરણ કર્યું; હવે સાધર્મીઓએ પત્રમાં જે બીજા પ્રશ્નો લખ્યા છે તેના ઉત્તર આપે છે.
સ્વતંત્રતા બેસે તેની બલિહારી જેને પોતાની સ્વતંત્રતા બેઠી તેનું પરિણમન સ્વ તરફ વળ્યું... અરે, પોતાની સ્વતંત્રતા પણ જેને ન ગમે એને તો શું કહેવું? એનું તો અનાદિનું એ પ્રકારનું પરિણમન ચાલી જ રહ્યું છે. સ્વરૂપની અંતરષ્ટિથી અપૂર્વદશા પ્રગટ કરે તેની બલિહારી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk