________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : અધ્યાત્મ-સંદેશ મોક્ષને માટે એની એકેય કળા કામ આવતી નથી. અને સ્વાનુભવની એક કળાને જે જાણે છે તેને ભલે બીજી કળા કદાચ ન આવડે તોપણ સ્વાનુભવના બળે તે સંસારને તરશે ને મોક્ષને સાધશે. સ્વાનુભવથી એને કેવળજ્ઞાનની એવી મહાવિધા ખીલશે કે તેમાં જગતની બધીયે વિદ્યાનું જ્ઞાન સમાઈ જાય. અરે, આયુષ્ય ઓછું, બુદ્ધિની અલ્પતા ને શ્રુતનો તો પાર નહિ–તેમાં હે જીવ! તારે એ જ શીખવા જેવું છે કે જેનાથી આ ભવસમુદ્રને તરાય. બીજી આડીઅવળી વાતમાં પડ્યા વગર મૂળ પ્રયોજનભૂત એ વાતને જાણ કે જે જાણવાથી આત્મા આ સંસારસમુદ્રને તરી જાય. આ સંબંધમાં દષ્ટાંતઃ એક વેદીયા વિદ્વાન નૌકામાં બેસીને જતા હતા; વચ્ચે નાવિક સાથે વાત કરતાં કરતાં તેણે પુછયું-કેમ નાવિક ! તને સંગીત આવડે છે? નાવિક કહે-ના ભાઈ ! પછી થોડી વારે પૂછયુંવ્યાકરણ આવડે છે? જ્યોતિષ આવડે છે? ગણીત આવડે છે? નાવિક તો કહે-ના... બાપુ! છેવટે પુછયું-ભાઈ, લખતાં વાંચતાં તો આવડતું હશે! નાવિક કહેના રે બાપુ! અમારે તો ભલી આ નદી ને ભલી અમારી નૌકા... અમને તો આ પાણીમાં કેમ કરવું તે આવડે છે. પંડિતજી કહેબસ, ત્યારે તો નાવિક ભાઈ ! તમારી જીંદગી પાણીમાં ગઈ. અમે તો ન્યાય-વ્યાકરણ-સંગીત-કાયદા-જ્યોતિષ વગેરે બધું જાણીએ. નાવિક કહે– બહુ સારું... બાપા! અમારે તો અમારા કામથી કામ, હજી તો આમ વાત કરે છે ત્યાં તો જોરદાર વાવાઝોડું ઉપડ્યું ને નૌકા તો હાલકડોલક થતી તણાવા લાગી. ને ડુબી જશે એવું લાગ્યું ત્યારે નાવિકે પૂછયુંશાસ્ત્રીજી મા રાજ! તમને તરતાં આવડે છે કે નહીં? શાસ્ત્રીજી તો ગભરાઈ ગયા ને કહ્યું-ના... ભાઈ, બધું આવડે છે પણ એક તરતાં નથી આવડતું. નાવીક કહે-તમે બધું શીખ્યા પણ તરતાં ન શીખ્યા... આ નોકા તો હમણાં ડૂબી જશે... મને તો તરતાં આવડે છે એટલે હું તો હમણાં તરીને સામે કાંઠે પહોંચી જઈશ.... પરંતુ તમે તો આ નોકા સાથે હમણાં ડુબશો, તમે ને ભેગી તમારી બધીયે વિદ્યા પાણીમાં જશે. આ તો એક દષ્ટાંત છે. તેમ જેણે આ ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે. બીજાં અપ્રયોજનભૂત જાણપણું ઘણું કરે પણ જો અંતરમાં સ્વભાવભૂત ચૈતન્યવતુ શું છે તેને લક્ષગત ન કરે તો બહારનાં જાણપણા એને (વેદિયા વિદ્વાનની જેમ) સંસારથી તરવાના કામમાં નહિ આવે. અને જેણે બહારનો મહિમા છોડીને અંદરમાં ચૈતન્યવિધાન સાધી છે તેને બહારની બીજી વિધા કદાચિત ઓછી હોય તો પણ (નાવિકની જેમ) સ્વાનુભવની વિધા વડ તે ભવસમુદ્રને તરી જશે ને ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ એવી કેવળજ્ઞાનવિદ્યાના તે સ્વામી થઈ જશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk