________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૪૭ થયું છે ને બીજી ચિંતા અટકી ગઈ છે. એનું વર્ણન કરતાં પં બનારસીદાસજી કહે છે કે
વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે અનુભવ યાકો નામ.
આ સ્વાનુભવમાં જે આનંદના સ્વાદનું વેદન છે તેને તો પોતાના ઉપયોગથી આભા સીધો જ અનુભવે છે, તે સ્વાદનું વેદન કાંઈ આગમ દ્વારા કે અનુમાન વગેરે પરોક્ષ દ્વારા નથી કરતો, પણ પોતાના જ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા તેને વેદે છે, પોતે જ ઉપયોગને એકાગ્ર કરીને સીધો તે અનુભવના રસને આસ્વાદે છે; એટલે તે અતીન્દ્રિય છે. આ અનુભવ ઇન્દ્રિયોથી ને વિકલ્પોથી પાર છે. અનુભવમાંથી બહાર આવ્યા પછી જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ પણ જ્ઞાનથી જુદાપણે જ રહે છે; અનુભવી ધર્માત્માને જ્ઞાનની ને વિકલ્પની એકતા કદી થતી નથી, એને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન સળંગપણે વર્તે છે. સમ્યકત્વની અને સ્વાનુભવની દશા કોઈ અલૌકિક છે.
આ રીતે, નિશ્ચય અને વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ, નિર્વિકલ્પ અનુભવ ન હોય ત્યારે પણ સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનનું વિદ્યમાનપણું, તથા સ્વાનુભવ વખતે મતિશ્રુતજ્ઞાનનું અતીન્દ્રિયપણે કયા પ્રકારે છે ને એવો નિર્વિકલ્પસ્વાનુભવ કેવા ઉધમથી થાય છે એ બધી વાત ઘણી સરસ રીતે સમજાવી. હવે પત્રમાં સાધર્મીઓએ લખેલી બીજી ચર્ચાઓના જવાબ લખે છે.
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક જાણે છે કે આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છું, સ્વાનુભવ થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. –આમ અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk