________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : અધ્યાત્મ-સંદેશ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. મતિ-શ્રુતજ્ઞાન સામાન્યપણે ઇન્દ્રિય અને મન દ્વારા વર્તતા હોવાને લીધે તેમને જો કે પરોક્ષ કહ્યા છે તો પણ, સ્વાનુભવ વખતે ઇન્દ્રિયનું અવલંબન છૂટીને તેમજ બુદ્ધિપૂર્વકનું મનનું પણ અવલંબન છૂટીને અતીન્દ્રિય ઉપયોગ થયો હોવાથી તેમને પ્રત્યક્ષ પણ કહેવાય છે. કેવળ-જ્ઞાનમાં અસંખ્ય આત્મપ્રદેશો જેવા પ્રત્યક્ષ પ્રતિભાસે છે તેવા મતિ-શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસતા નથી છતાં સ્વાનુભવમાં મતિશ્રુતને પ્રત્યક્ષ કહ્યા, કારણ કે સ્વાનુભવ વખતે ઉપયોગ આત્મામાં એકાગ્ર થઈને, ઇન્દ્રિય કે મનના અવલંબન વગર અતીન્દ્રિય આનંદનું વેદન સાક્ષાત્ કરે છે. અતીન્દ્રિય થયા વિના અતીન્દ્રિય આનંદને વેદી શકે નહીં. આ રીતે સ્વસંવેદન તો પ્રત્યક્ષ છે, પણ કેવળજ્ઞાનીની જેમ આત્મપ્રદેશો સ્પષ્ટ ન ભાસવાની અપેક્ષાએ પરોક્ષપણું છે. આવું પ્રત્યક્ષ અને પરોક્ષપણું જ્ઞાનમાં લાગુ પડે છે, સમ્યગ્દર્શનમાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ એવા ભેદ નથી; તે તો સ્વાનુભવમાં ઉપયોગ વખતે કે બહારમાં ઉપયોગ વખતે એકસરખું જ નિર્વિકલ્પપ્રતીતરૂપ વર્તે છે. સ્વાનુભવ વખતે ઉપયોગ સ્વમાં એકમાં જ થંભી ગયો છે ને અન્ય વસ્તુનું ચિંતન અટકી ગયું છે તેથી તેને કવચિંતાનિરોધરૂપ ધ્યાન પણ કહેવાય છે.
અવધિ મન:પર્યય ને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યા છે; પરંતુ તેમાંથી કેવળજ્ઞાન તો સાધકને હોતું નથી; મન:પર્યયજ્ઞાન કોઈક મુનિને જ હોય છે. પણ તે મન:પર્યય કે અવધિજ્ઞાન સ્વાનુભવમાં ઉપયોગરૂપ હોતું નથી. સ્વાનુભવ તો મતિ-શ્રુતજ્ઞાન વડે જ થાય છે. પહેલાં જ્ઞાનસ્વભાવના અવલંબન વડે યથાર્થ નિર્ણય કરીને, પછી મતિ-શ્રુતના ઉપયોગને બહારથી સંકેલીને આત્મામાં વાળીને એકાગ્ર કરતાં વિજ્ઞાનઘન આત્મા આનંદ સહિત અનુભવમાં આવે છે; તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. એની રીત સમયસાર ગા. ૧૪૪ માં ઘણી સ્પષ્ટ અભુત રીતે સમજાવી છે. સંવર અધિકારમાં પણ ઉપયોગસ્વરૂપ આત્માનું અને ક્રોધાદિ પરભાવોનું ભેદજ્ઞાન અલૌકિક ઢબે એકદમ સહેલી રીતે કરાવ્યું છે. ત્યાં કહે છે કે ઉપયોગસ્વરૂપ આત્મા ઉપયોગમાં જ છે, ક્રોધાદિમાં નથી; ને ક્રોધાદિ પરભાવો ક્રોધાદિમાં જ છે, તે ઉપયોગમાં નથી. આમ ઉપયોગની અને ક્રોધાદિની અત્યંત ભિન્નતા છે. જેમ આકાશ આકાશમાં જ છે તેને કોઈ ભિન્ન આધાર નથી, તેમ જ્ઞાન જ્ઞાનમાં જ છે, એકલા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને ચિંતવતાં ભિન્ન કોઈ આધારનો વિકલ્પ ઉદ્દભવતો નથી, એટલે કે જ્ઞાનમાં જ જ્ઞાન ઠરી જાય છે ને નિર્વિકલ્પ અનુભવ સહિત ભેદજ્ઞાન થાય છે. આવા અનુભવકાળે કોઈ વિકલ્પ નથી, જ્ઞાન અંતરમાં એકાગ્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk