SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વાનુભવ વખતના ઉપયોગનું વિશેષ વર્ણન “વળી આ સ્વાનુભવ મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ કેમકે આ અનુભવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી; મતિ-શ્રુતજ્ઞાન ઇન્દ્રિય તથા મનના અવલંબન વિના હોય નહીં, તેમાં ઇન્દ્રિયોનો તો અહીં અભાવ જ છે કારણ કે ઇન્દ્રિયનો વિષય મૂર્તિક પદાર્થ જ છે. વળી અહીં મતિજ્ઞાન છે, કારણ કે મનનો વિષય મૂર્તિકઅમૂર્તિક પદાર્થો છે, તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિંતાનો નિરોધ કરે છે તેથી તેને મનદ્વારા થયું-એમ કહીએ છીએ. ‘કાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્' એવું ધ્યાનનું લક્ષણ પણ કહ્યું છે, તે અનુભવદશામાં સંભવે છે. તથા સમયસાર-નાટકના કવિતમાં કહ્યું છે वस्तु विचारत ध्यावतें मन पावै विश्राम। रसस्वादत सुख ऊपजै अनुभव याको नाम।। એ પ્રમાણે મન વિના જુદા પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી, તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ. આ રીતે સ્વાનુભવને અતીન્દ્રિય કહેવામાં અથવા તો મનજનિત કહેવામાં કોઈ વિરોધ નથી, વિવક્ષાભેદ છે.” (પાનું: ૩૪પ-૩૪૬ ) અમૂર્તિક ચિદાનંદસ્વભાવના સ્વાનુભવમાં ઇન્દ્રિયનું તો નિમિત્ત નથી; ઇન્દ્રિયો તો સ્પર્શાદિ મૂર્તવસ્તુને જ જાણવામાં નિમિત્ત થઈ શકે છે; અમૂર્ત આત્માને જાણવામાં ઇન્દ્રિયનું અવલંબન નથી. મન અમૂર્ત વસ્તુને પણ જાણે છે ને મનનું અવલંબન હજી સર્વથા છૂટયું નથી કેમકે મતિશ્રુતજ્ઞાન છે. અવધિ કે મન:પર્યયજ્ઞાનનો ઉપયોગ સ્વાનુભવમાં હોતો નથી, સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે. અવધિ અને મન:પર્યયજ્ઞાનનો વિષય પણ રૂપી જ ગણવામાં આવ્યો છે, અરૂપી આત્મવસ્તુનો સ્વાનુભવ તો મતિ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy