________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ : અધ્યાત્મ-સંદેશ
ઉત્તર:- કેવળી-શ્રુતકેવળીની સમીપમાં પણ જેને ક્ષાયિકસમ્યકત્વ થાય છે તેને સ્વસહાયથી જ થાય છે, તેમાં પરની સહાય નથી; વળી કેવળી-શ્રુતકેવળીની સમીપમાં તો ઘણાય સમકિતીજીવો હોય છે, તે બધાને કાંઈ ક્ષાયિક સમકિત નથી થતું. –કેમ? કે તેમની શ્રદ્ધામાં તેવું ઉપાદાન જાગ્યું નથી. અને જેને ક્ષાયિકસમ્યકત્વ થાય છે તેને પરની સહાય વિના જ પોતાના તેવા ઉપાદાનને અવલંબીને જ થાય છે, તેનો પોતાનો શ્રદ્ધાળુણ જ તેવા ક્ષાયિકભાવે પરિણમે છે. વળી તીર્થકરો વગેરેના જીવો બીજા કેવળી-શ્રુત-કેવળીની સમીપતા વગર પણ ક્ષાયિકસમ્યકત્વરૂપ પરિણમે છે; માટે તેમાં પરની સહાય નથી. કેવળીશ્રુતકેવળીની સમીપતાનો નિયમ કહ્યો એ તો જ્યાં કેવળજ્ઞાનની કે શ્રુતકેવળજ્ઞાનની ઉત્પત્તિની યોગ્યતા નથી ત્યાં ક્ષાયિક-સમકિતની ઉત્પત્તિની પણ યોગ્યતા હોતી નથી-એમ બતાવવા કહ્યું છે. ભરતક્ષેત્રમાં
જ્યાં કેવળજ્ઞાનનો ને શ્રુતકેવળજ્ઞાનનો વિચ્છેદ થયો ત્યાં ક્ષાયકસભ્યત્વનો પણ વિચ્છેદ થયો. મનુષ્ય સિવાયના જીવો દેવો વગેરે, કેવળીની સમીપ હોય તોપણ ક્ષાયક સમ્યકત્વ પામી શકતા નથી, કેમકે તેમનું ઉપાદાન જ તે પ્રકારનું નથી. એ ત્રણે ગતિમાં કેવળજ્ઞાન, શ્રુતકેવળજ્ઞાન કે ક્ષાયક સમ્યકત્વની ઉત્પત્તિ થતી નથી, કેમકે તેવી યોગ્યતાવાળા પરિણામનો તેમને અભાવ છે. આ રીતે સર્વત્ર ઉપાદાનને સ્વસહાયપણે જ કાર્યની ઉત્પત્તિનો અબાધિત નિયમ છે.
હજી તો ભિન્ન ભિન્ન દ્રવ્યના ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા પણ લોકોને બેસવી કઠણ પડે છે; અહીં તો અંદરના ને અંદરના ઉપાદાનનિમિત્તની સ્વતંત્રતાની સૂક્ષ્મ વાત છે. અતીન્દ્રિય જ્ઞાન થાય ત્યાં જ અતીન્દ્રિયસુખ થાય, અતીન્દ્રિયજ્ઞાન વગર અતીન્દ્રિયસુખ ન હોય એ નિયમ, છતાં બંને સ્વતંત્ર; ત્યાં કાંઈ સુખગુણનું કાર્ય જ્ઞાનગુણે નથી કર્યું, સુખગુણે જ કર્યું છે. બહારના પદાર્થોમાં ઉપાદાન-નિમિત્તની ભિન્નતાની વાત તો ઘણી વાર ઘણા દષ્ટાંતથી કહેવાઈ ગઈ છે, તેથી અહીં તેના વિશેષ દષ્ટાંત નથી લીધા. અહીં એક જ વસ્તુમાં ગુણભેદની કલ્પનાદ્વારા
ઉપાદાન-નિમિત્તે કયા પ્રકારે છે તેની ચૌભંગી ચારિત્ર અને જ્ઞાનના દિષ્ટાંત વડે સમજાવે છે. તેમાં પ્રથમ તો એ મર્યાદા બાંધી કે એ બંને ગુણ અસહાય, કોઈ કોઈને આધીન નહિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk