________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૭ અહીં અત્યારે જીવના ઉપાદાન-નિમિત્તનું પ્રકરણ છે; પણ પુદ્ગલમાંય ઉપાદાનની સ્વતંત્રતા સમજી લેવી. એક પુદ્ગલમાં વર્ણ-ગંધરસ-સ્પર્ધાદિ અનંતગુણો, બધાયમાં સ્પર્શગુણ સરખો, છતાં કોઈમાં લૂખાશ, કોઈમાં ચીકાશ, કોઈમાં બે અંશ, કોઈમાં અનંત અંશ, –એમ અનંત પ્રકારની વિવિધતારૂપ તેનું સ્વતંત્ર પરિણમન છે; ચાર અંશવાળો ને બે અંશવાળો-એવા બે પરમાણુઓ જ્યાં સ્કંધરૂપ થાય ત્યાં બંને ચારઅંશરૂપ સરખા થઈ જાય; ત્યાં ચારઅંશવાળા પરમાણુએ કાંઈ બે અંશવાળાને ચાર અંશરૂપે પરિણમાવ્યો નથી. ચાર અંશવાળો પરિણામક અને બે અંશવાળો પરિણમ્ય-એમ કહેવાય ખરું પણ ખરેખર સ્કંધ થવાના સમયે તો બંને પરમાણુ ચાર અંશરૂપે પરિણમેલા જ છે, ત્યારે જ સ્કંધ થયો છે. એક ચાર અંશરૂપ ને બીજા બે અંશરૂપ રહે ત્યાં સુધી તેમનો સ્કંધ થાય નહિ. એટલે સ્કંધ થવામાં પણ બંને પરમાણુઓનું સ્વતંત્ર તેવું પરિણમન છે. આવી સ્વતંત્રતા જગતના બધા દ્રવ્યોમાં છે.
બે દ્રવ્યો વચ્ચે ઉપાદાન-નિમિત્ત લાગુ પાડવા તે પર્યાયાર્થિકદષ્ટિના ઉપાદાન-નિમિત્ત છે, અને એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત હોય તે દ્રવ્યાર્થિક ઉપાદાન-નિમિત્ત છે. તેમાંથી અત્યારે દ્રવ્યાર્થિક ઉપાદાનનિમિત્તની વાત સમજાવવા આત્માના જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણનું દ્રષ્ટાંત લીધું છે. એકદ્રવ્યમાં અનંતગુણો સહવર્તી છે, તે બધાય અસહાય છે, એકબીજાને આધીન નથી.
પ્રશ્ન:- જાણેલાનું જ શ્રદ્ધાન થાય છે, જાણ્યા વગરનું શ્રદ્ધાન સસલાના શિંગડા સમાન અસત્ છે-એમ કહ્યું છે, -તો ત્યાં શ્રદ્ધાગુણનું પરિણમન જ્ઞાનને આધીન થયું કે નહીં?
ઉત્તરઃ- ના; આત્માના સ્વસંવેદન જ્ઞાન વિના કોઈ કહે કે મને સમ્યગ્દર્શન થયું છે તો તે વાત સાચી નથી, તેથી કહ્યું છે કે જાણેલાનું જ શ્રદ્ધાન થાય છે. પણ તેથી કાંઈ શ્રદ્ધા કરવાનું કામ જ્ઞાનગુણ નથી કરતો, જ્ઞાન તો જાણવાનું જ કામ કરે છે, ને શ્રદ્ધા કરવાનું કામ શ્રદ્ધા ગુણ કરે છે. બંને ગુણ પોતપોતાના ભિન્ન ભિન્ન કાર્યને કરે છે; કોઈ કોઈને આધીન નથી. બે ગુણનું નિર્મળકાર્ય એક સાથે થાય તેથી કાંઈ કોઈ કોઈને આધીન ન કહેવાય.
પ્રશ્ન:- ક્ષાયિક સમ્યકત્વ તો કેવળી-શ્રુતકેવળીની સમીપતા વગર પમાતું નથી, તો તે અસહાય કેવી રીતે રહ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk