________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ : અધ્યાત્મ-સંદેશ મોક્ષમાર્ગને સાધે છે. પણ એવા જીવો જગતમાં વિરલા જ હોય છે, ૩૫૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજીએ જ કહ્યું છે કે
उपादान निजबल जहां तहां निमित्त पर होय।
भेदज्ञान परमाणविधि विरला बूझे कोय।। જાઓ, આ કોણ કહે છે? ગોમટ્ટસાર-સિદ્ધાંતના અભ્યાસી કહે છે. પં. બનારસીદાસજીને સમયસાર-ગોમટ્ટસાર વગેરેનો અભ્યાસ હતો, તેમનું આ કથન છે. ઉપાદાન-નિમિત્ત બંનેને સ્વતંત્ર જાણે તો જ ઉપાદાનનિમિતના ઝઘડા મટે ને સ્વાશ્રયે વીતરાગતા તથા કેવળજ્ઞાન થાય. અજ્ઞાની તો સિદ્ધનેય પરાધીન કહે છે. શાસ્ત્રમાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું કે, સિદ્ધ અલોકમાં કેમ નથી જતા?–કે “ધર્માતિવાય 31માવત્'– ત્યાં અજ્ઞાની તો સિદ્ધને પરાધીન જ માની બેઠો, જાણે કે સિદ્ધમાં અલોકમાં જવાની પર્યાયની શક્તિ હતી તે ધર્માસ્તિકાયના અભાવથી અટકી ગઈ ! પણ સિદ્ધની વાત તો દૂર રહી, અહીં તો ઠેઠ નિગોદના જીવનો દાખલો આપીને જીવની પર્યાયની સ્વતંત્રતા બતાવે છે. સિદ્ધની તો વાત જ શી! એ તો પરમ સ્વાધીન છે. અરે, સિદ્ધનેય પરાધીન માને તે જીવ પોતે સ્વાધીન કે દિ થાય? એને તો પરાધીનદષ્ટિની ઘણી તીવ્રતા છે. અંદરના એક સૂક્ષ્મ વિકલ્પની આધીનતા પણ મોક્ષમાર્ગમાં નથી પાલવતી ત્યાં સિદ્ધને પરાધીન માનનારને મોક્ષમાર્ગ કવો? મોક્ષમાર્ગ તો પરમ સ્વાધીન છે, પરથી અત્યંત નિરપેક્ષ છે. એવા મોક્ષમાર્ગને અજ્ઞાની જાણતો નથી.
મોટરના પરમાણુ પેટ્રોલ વગર ન ચાલે–એમ અનેક સ્થૂળ દૃષ્ટાંતો નિમિત્તાધીન દષ્ટિવાળા કહે છે, પણ ભાઈ ! એ મોટરના પરમાણુમાં ગમનશક્તિ છે કે નથી? શું તેને ગમનશક્તિ પેટ્રોલના પરમાણુઓએ આપી છે? –નહિ; એક પરમાણુ લોકના નીચેના છેડાથી ઠેઠ ઉપરના છેડે એક સમયમાં ૧૪ રાજુ (એટલે કરોડો-અબજો નહિ પણ અસંખ્યાતા યોજન) પહોંચી જાય છે; એ ગતિ એટલી ઝડપી છે કે છદ્મસ્થને તેની કલ્પનાય ન આવી શકે. તો એ પરમાણુને કયું પેટ્રોલ ચલાવે છે? એ પરમાણુ પેટ્રોલ વગર ચાલે છે કે નહિ? જો ચાલે છે તો તેની માફક આ મોટરના પરમાણુઓ પણ પોતાની ગમનશક્તિથી અને પેટ્રોલ વગર જ ગતિ કરી રહ્યા છે એમ સમજ. (ગુરુતા-લઘુતા-ગમનતા યે અજીવકે ખેલ.) પણ આ સ્વતંત્રતાની વાત “વિરલા બુઝે કોય” એટલે અજ્ઞાનીઓને કઠણ પડે તેવી છે, કેમકે સર્વજ્ઞ કહેલું દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ તેણે જાણ્યું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk