________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૫ તો પછી પરની સહાય તને કેવી ? પરાધીનતાના ભાવમાં તો તે અનંતકાળ દુઃખમાં ગુમાવ્યો, સ્વાધીનતાને તો એકવાર જો. એકક્ષણ તો સ્વાધીનતાની હવા લે! તારી સ્વાધીનતાના અચિંત્ય મહિમાને તે જાણો નથી, તેથી નિમિત્તાધીનબુદ્ધિથી જ્યાં ત્યાં તારો ઉપયોગ ભમ્યા કરે છે. એ ભ્રમણ ટાળવાની ને સ્વરૂપમાં સ્થિર થવાની રીત સંતો બતાવે છે.
શંકા: તમે નિમિત્તથી કાર્ય થવાનું નથી માનતા, એટલે કે તેને અકિંચિત્થર માનો છો, તેથી તમે નિમિત્તને જ માનતા નથી!
સમાધાનઃ ભાઈ, નિમિત્તને પરમાં અકિંચિત્થર માનવું તેમાં જ નિમિત્તનો નિમિત્ત તરીકે સાચો સ્વીકાર છે. વસ્તુ જેમ હોય તેમ તેને માનવી જોઈએ કે ગમે તેમ અન્યથા માની લેવાય? નિમિત્તને અકિંચિત્થર ન માનતાં તેને ઉપાદાનમાં કિંચિત્ પણ કાર્યકારી માને તેણે જ ખરેખર નિમિત્તને માન્યું નથી. જેમ કુગુરુઓને મુનિ તરીકે ન માનીએ તેથી કોઈ અજ્ઞાની એમ કહે કે તમે મુનિને માનતા નથી, –તો તેની વાત ખોટી છે. મુનિનું શુદ્ધ નિગ્રંથ રત્નત્રયમય સ્વરૂપ જેમ હોય તેમ જાણવું ને તેથી વિરુદ્ધ કુલિંગીને મુનિ ન માનવા તેમાં જ મુનિની સાચી માન્યતા છે. કુલિંગીને પણ જે મુનિ માની ત્યે તે ખરેખર મુનિને માનતો નથી. એ જ રીતે ઉપાદાન-નિમિત્ત બંનેનું સ્વરૂપ જેમ હોય તેમ જાણે તેણે જ એ બંનેને માન્યા કહેવાય.
નિમિત્તની પ્રધાનતાથી કથન થાય, પણ કાર્ય કદી નિમિત્ત વડે થતું નથી. જો નિમિત્ત જ ઉપાદાનનું કાર્ય કરવા મંડી જાય તો તે નિમિત્ત પોતે ઉપાદાન બની ગયું, એટલે નિમિત્ત નિમિત્ત તરીકે ન રહ્યું ને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું એટલે નિમિત્તથી જુદું ઉપાદાન પણ ન રહ્યું; આ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનતાં ઉપાદાન-નિમિત્ત બન્નેનો લોપ થાય છે. (આ જ ન્યાય, ઉપાદાન-નિમિત્તની જેમ નિશ્ચયવ્યવહારમાં પણ સમજી લેવું.) માટે કહે છે કે ઉપાદાન તો કાર્યરૂપ થનાર વસ્તુની નિશક્તિ છે, ને નિમિત્ત તે પરસંયોગ છે. આ ઉપાદાન-નિમિત્ત બંને સ્વતંત્ર છે; પ્રમાણ-અનુસાર એટલે કે સમ્યજ્ઞાન વડે ઉપાદાન નિમિત્તની આવી સ્વતંત્રતાને કોઈ વિરલા જ જાણે છે. જગતનો મોટો ભાગ તો આનાથી આ થાય ને આ આનું કરે-એમ પરાધીન નિમિત્તદષ્ટિમાં અટકી ગયો છે, તે ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાને જાણતો નથી; જ્ઞાનીઓ જ તેની સ્વતંત્રતાને જાણીને સ્વાશ્રિતપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk