________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ : અધ્યાત્મ-સંદેશ
એવો કોઈ કાળ નથી કે જડકર્મ જીવની પર્યાયને ઉપજાવે. નિમિત્ત તો એકકોર ઊભું છે, એ કાંઈ કોઈના કાર્યમાં દખલ નથી કરતું. નિમિત્ત તારો શત્રુ કે મિત્ર નથી, તું જ ઊંધા ભાવથી તારો શત્રુ ને સવળા ભાવથી તારો મિત્ર છો. ઊંધા ભાવથી તારા આત્માને સંસારમાં ડુબાડનાર શત્રુ પણ તું, ને સવળા ભાવથી તારા આત્માને તારનારો મિત્ર પણ તું. વાહ! કેવી સ્વાધીનતા! વસ્તુસ્વરૂપની જે સ્વાધીનતા છે તે જ સર્વજ્ઞદેવે જાણીને પ્રસિદ્ધ કરી છે, તે જ સંતોએ જાહેર કરી છે. સર્વજ્ઞદેવે જાણેલી ને કહેલી આ વસ્તુસ્વરૂપની મર્યાદા કોઈથી ભેદી શકાતી નથી. સીમંધરનાથની દિવ્ય વાણી ઝીલીને સમયસારમાં કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે.... સ તુ અવનિતસ્ય વસ્તુસ્થિતિસીનો મેનુમશવયત્વાત્ તસ્મિન્નેવ વર્તુત.... અર્થાત્ ખરેખર અચિલત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે, અન્ય દ્રવ્ય કે ગુણરૂપે થતી નથી, તેથી તે અન્યવસ્તુમાં કે તેના ગુણ-પર્યાયમાં કાંઈ કરી શકતી નથી. -આ વસ્તુની અચલિત મર્યાદા છે. (જુઓ સ. ગા. ૧૦૩ અને ટીકા ) નિગોદથી માંડીને સિદ્ધ, દરેક જીવની દરેક પર્યાય સ્વતંત્ર, તેમાં કયાંય આ મર્યાદા તૂટે નહિ.
એક વસ્તુના અનેક ગુણો જેમને પ્રદેશભેદ નથી, તેઓ પણ પરસ્પર એકબીજાના કાર્યને કરતા નથી, તો પછી ભિન્નવસ્તુ કે જેમને અત્યંત પ્રદેશ-ભેદ છે તેઓ એકબીજાનું કાર્ય કરે એ વાત તો કયાં રહી ? અરે જીવ! એકવાર તારી સ્વાધીનતાને જો. તને તારા સ્વાધીનપરિણમનની વાત બેસે તો શાબાશી! એટલે કે જો આવી સ્વાધીનપરિણમનની વાત બેસી તો તારું પરિણમન અંતરલક્ષ તરફ વળ્યું, ને અપૂર્વ સમ્યક્દશારૂપ મોક્ષમાર્ગ પ્રગટયો, માટે તને શાબાશી. પોતાની સ્વતંત્રતા પણ જેને ન ગમે એને તો શું કહેવું? એનું તો અનાદિનું એ પ્રકારનું પરિણમન ચાલી જ રહ્યું છે. સ્વરૂપની અંતરદષ્ટિથી અપૂર્વદશા પ્રગટ કરે તેની બલિહારી છે.
અહીં તો ગુણભેદ વડે સ્વદ્રવ્યમાં જ ઉપાદાન-નિમિત્તની વાત કરીને, ૫૨ સાથેનો તો સંબંધ તોડી નાખ્યો છે, ૫૨થી અત્યંત ભિન્નતા સમજાવીને સ્વનું લક્ષ કરાવ્યું છે. એક જ દ્રવ્યના આશ્રયે બે ગુણ, છતાં એક જાણવાનું કામ કરે, એક ઠરવાનું કામ કરે; તેમજ એક જ ગુણની અનેક પર્યાયો-તેમાં કોઈ અશુદ્ધ, કોઈ શુદ્ધ, –એવું જ વિચિત્ર વસ્તુસ્વરૂપ છે; તેમા બીજાનું કારણપણું નથી. દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વસ્તુ પરથી નિરપેક્ષ છે, અસહાય છે. હજી તો પરની સહાયથી કામ કરવું છે–તેને અંદરનું આ અસહાયપણું કયાંથી બેસશે ? ભાઈ, તારામાં પણ તારા એક ગુણને બીજા ગુણની સહાય નથી,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk