________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ને ચારિત્રમાં ગર્ભિત શુદ્ધતા, -પણ ગ્રંથિભેદ વગર તેની નિષ્ફળતા
"મિથ્યાત્વઅવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાનગુણ જાણરૂપ હોય છે. ત્યારે તે કેવું જાણે છે? તે એવું જાણે છે કે લક્ષ્મી-પુત્ર-સ્ત્રી ઇત્યાદિ પ્રત્યક્ષપ્રમાણરૂપ મારાથી જુદાં છે; હું મરીશ ને એ સૌ અહીં જ પડ્યા રહેશે, અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ; કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે. –આવું જાણપણું મિથ્યાદષ્ટિને થાય છે તે તો શુદ્ધતા કહેવાય, પરંતુ એ સમ્યક શુદ્ધતા નથી, ગર્ભિતશુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યકશુદ્ધતા છે, તે ગ્રંથિભેદ વિના હોય નહિ. પરંતુ ગર્ભિતશુદ્ધતાથી પણ અકામનિર્જરા છે.”
પહેલાં જ્ઞાનના પરિણામમાં શુદ્ધ અને અશુદ્ધ-એ બે પ્રકાર બતાવે છે, ને પછી ચારિત્રના બે પ્રકાર બતાવશે. તથા મોક્ષમાર્ગ કયારે થાય એ ત્યાર પછી બતાવશે.
અહીં તત્ત્વનો વિચાર કરવા જેટલી જ્ઞાનશક્તિ જેને ઊઘડી છે એવા સંજ્ઞીપંચેન્દ્રિયજીવની વાત છે. જ્ઞાનમાં સામાન્ય જાણપણું તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોને હોય છે, પરંતુ અહીં જે જાણપણું લેવું છે તે તત્ત્વવિચારને યોગ્ય જાણપણું લેવું છે. એના પહેલાનું જે જાણપણું છે તે તો કાંઈ જીવને હિતનું સાધન થતું નથી. જે જાણપણાવડ તત્ત્વવિચારમાં આગળ વધે તો હિતનું સાધન થાયતેની અહીં વાત છે. આવી જ્ઞાનશક્તિ જેને ઊઘડી છે તે જીવ ક્યારેક દેહાદિથી પોતાની ભિન્નતાના વિચાર કરે છે; આ દેહ, સ્ત્રી-પુત્ર-લક્ષ્મી વગેરે તો મારાથી જુદાં છે ને એકવાર તેનો વિયોગ થઈ જશે, –આવી ભિન્નતાના વિચાર વખતે પરિણામમાં પણ તે પ્રકારની વિશુદ્ધતા હોય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk