________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૧ (૪) જેને જ્ઞાનમાં તત્ત્વવિચારની શક્તિ ઉઘડી છે, તેમજ પરિણામને પણ વિશુદ્ધ કરીને તત્ત્વવિચારમાં જોડ્યા છે, તેને જ્ઞાન ને ચારિત્ર બંને વિશુદ્ધ છે, એટલે નિમિત્ત ને ઉપાદાન બંને શુદ્ધ છે. આ વિશુદ્ધિ તે પણ હજી કાંઈ મોક્ષમાર્ગ નથી. આટલી વિશુદ્ધિ સુધી આવ્યા પછી પણ શું કરે તો મોક્ષમાર્ગ થાય તે પછી કહેશે. “સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની કણિકા જાગે ત્યારે મોક્ષમાર્ગ સાચો ”—એમ પરમાર્થવચનિકામાં કહ્યું હતું તે જ સિદ્ધાંત અહીં સમજાવશે.
જાણપણારૂપ ઉઘાડને જ્ઞાનની શુદ્ધતા કહીં; વિશુદ્ધરૂપ પરિણામ (તેમાં મંદકષાયરૂપ તથા અકષાયરૂપ બંને પ્રકાર લેવા) તેને ચારિત્રની શુદ્ધતા કહેવાય; અજ્ઞાનરૂપ પરિણામ તે જ્ઞાનની અશુદ્ધતા કહેવાય સંકલેશરૂપ પરિણામ તે ચારિત્રની અશુદ્ધતા કહેવાય. અહીં ચારિત્રપરિણામ તે ઉપાદાન, ને જ્ઞાનપરિણામ તે નિમિત્ત, -એ પ્રમાણે સ્થાપીને, ઉપાદાન-નિમિત્તની શુદ્ધતા-અશુદ્ધતા સંબંધી ચાર ભંગ કહ્યા આ ચારેય પ્રકાર આત્મામાં ને આત્મામાં જ સમાય છે; હવે તે સંબંધી વિશેષ વિચાર કહે છે.
અનુભવ અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે, અનુભવ તે મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે. અનુભવરસને જગતના જ્ઞાની લોકો રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એ તીર્થધામ છે; અનુભવની ભૂમિ એ જ સકલ ઈષ્ટ પદાર્થને ઉપજાવનાર ખેતર છે, અનુભવ તે નરકાદિ અધોગતિથી બહાર કાઢીને સ્વર્ગ-મોક્ષરૂપ ઊર્ધ્વગતિમાં લઈ જાય છે; અનુભવની કેલિ એ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે, અનુભવનો સ્વાદ પંચામૃતના ભોજન સમાન છે, અનુભવ કર્મોને તોડે છે ને પરમપદ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન બીજો કોઈ ધર્મ નથી. (અહીં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી, ચિંતામણિ રત્ન વગેરે પદાર્થો જગતમાં સુખદાયક તરીકે પ્રસિદ્ધ હોવાથી તેમનું દષ્ટાંત દીધું છે, બાકી અનુભવ તો એ બધાથી નીરાળો કોઈ અનુપમ છે. )
-પં. બનારસીદાસજી.
E
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk