________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ : અધ્યાત્મ-સંદેશ
અહીં જે ચાર પ્રકાર કહ્યા તે ચારે પ્રકાર અજ્ઞાનીને પણ હોઈ શકે છે. અહીં જ્ઞાનનું જાણપણું કહ્યું તે કાંઈ સમ્યજ્ઞાન નથી, પણ જ્ઞાનમાં તત્ત્વવિચારને યોગ્ય ઉઘાડ થયો છે તેની વાત છે; અને ચારિત્રમાં વિશુદ્ધિ કહી તે કાંઈ મોક્ષમાર્ગના શુદ્ધપરિણામની વાત નથી પણ મંદકષાયની વાત છે. તત્ત્વવિચારને યોગ્ય જ્ઞાનનો ઉઘાડ ને કષાયની મંદતારૂપ વિશુદ્ધિ-ત્યાં સુધી તો જીવ ઘણીવાર આવી ગયો, પણ ત્યાંથી આગળ વધીને જો ગ્રંથિભેદ કરે (એટલે કે સમ્યગ્દર્શન કરે) તો જ તેને મોક્ષમાર્ગ
પ્રગટે.
(૧) નિગોદ વગેરેના જીવને તો જ્ઞાન એટલું અવરાઈ ગયું છે કે તત્ત્વ-વિચારની શક્તિ જ નથી, જ્ઞાનનો એટલો જાણપણાનો ઉઘાડ નથી એટલે તેને નિમિત્તે અશુદ્ધ છે;- કયું નિમિત્ત? જ્ઞાનની પર્યાય; અને ઉપાદાનરૂપ ચારિત્રની પર્યાયમાં પણ તીવ્ર સંકલેશપરિણામરૂપ અશુદ્ધતા છે. આવી ઉપાદાનની અશુદ્ધતાને લીધે તે જીવ નિગોદાદિમાંથી ઊંચો નથી આવતો. ભાવનં સુપ૩ર નિયવાણં ણ મુદ્રિ એટલે કે પોતાના ભાવકલંકની પ્રચુરતાને લીધે તે જીવો નિગોદવાસને છોડતા નથી. આવા જીવોને ઉપાદાન અશુદ્ધ છે અને નિમિત્ત પણ અશુદ્ધ છે; ચારિત્ર અને જ્ઞાન બંને અશુદ્ધ છે.
(૨) નિગોદમાં રહેલો જીવ-કે જેને તત્ત્વવિચાર જેટલો જ્ઞાનનો ઉઘાડ નથી તે પણ કયારેક પોતાના ઉપાદાનથી ચારિત્રમાં મંદકષાયરૂપ વિશુદ્ધિના બળે ત્યાંથી નીકળીને મનુષ્ય થાય-એવા પરિણામ કરે છે.
એવા જીવને જ્ઞાનની ગતિ અશુદ્ધ કહેવાય, ને ચારિત્રમાં મંદકષાયરૂપ વિશુદ્ધતા કહેવાય. એટલે નિમિત્ત અશુદ્ધ ને ઉપાદાન શુદ્ધ-એવો બીજો પ્રકાર તેને લાગુ પડે. આ દષ્ટાંતઅનુસાર બીજા પણ જે જે જીવોને આ પ્રકાર લાગુ પડે તે સમજી લેવો.
જાઓ તો ખરા, જીવના પરિણામની સ્વતંત્રતા ! અનાદિથી નિગોદમાં રહેલો જીવ, જેને બહારનું કોઈ સાધન નથી, સરખું શરીર પણ નથી, પાંચ ઇન્દ્રિય પણ નથી, જ્ઞાનમાં વિચારશક્તિ પણ નથી, છતાં પોતાના ચારિત્રગુણના ઉપાદાનના બળે મંદકષાય કરી, શુભપરિણામ વડ ત્યાંથી ક્ષણમાત્રમાં મનુષ્ય થાય છે.
(૩) હવે ત્રીજા પ્રકારના જીવો એવા છે કે જેને તત્ત્વવિચારની શક્તિ જેટલો જ્ઞાનનો ઉઘાડ તો થયો છે, પણ પરિણામ સંકલેશરૂપ જ વર્તે છે, પાપવિચારમાં જ પડ્યા છે, આત્મહિતનો વિચાર કરવા જેટલા વિશુદ્ધપરિણામ કરતા નથી, તો તેને નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk