________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૩ છે; સંકલેશપરિણામ વખતે આવા વૈરાગ્યના કે તત્ત્વના વિચાર ચાલે નહિ. જ્ઞાનમાં આવી વિચારશક્તિ જાગી તેને જ્ઞાનની શુદ્ધતા કહેવાય, પણ આ કાંઈ હુજી મોક્ષમાર્ગ નથી. આગળ વધીને સ્વાનુભવ વડે જો ગ્રંથિભેદ કરે એટલે સમ્યજ્ઞાનની કણિકા જગાડે તો મોક્ષમાર્ગ થાય. ત્યાંસુધી જ્ઞાનમાં ગર્ભિતશુદ્ધતા હોવા છતાં તેને મોક્ષમાર્ગ ન કહેવાય. ગર્ભિતશુદ્ધતા તે સાચી શુદ્ધતા નથી, સ્વાનુભવ વડે પ્રગટે તે જ સાચી શુદ્ધતા છે ને તે જ મોક્ષમાર્ગ છે. ગર્ભિતશુદ્ધતામાં એટલી વિશેષતા થઈ કે પહેલાં (નિગોદાદિમાં) જે મોક્ષમાર્ગપ્રાપ્તિનો અવકાશ જ ન હતો, તે હવે જો તત્ત્વવિચારાદિમાં આગળ વધે તો ગ્રંથિભેદ થઈને મોક્ષમાર્ગ પ્રાપ્તિનો અવકાશ છે. પણ જેને ગર્ભિતશુદ્ધતા થઈ તેને આવી શુદ્ધતા થાય જ એવો નિયમ નથી, જે ગ્રંથિભેદ કરે તેને આવી સમ્યકશુદ્ધતા થાય, જે ન કરે તેને ન થાય. જેમ વાંઝણી સ્ત્રીને તો પુત્રનો અવકાશ નથી પણ જેને ગર્ભમાં બાળક છે તેને પુત્રજન્મનો અવકાશ છે, –પણ તે જન્મે ત્યારે ખરો, ગર્ભકાળમાં જ આયુ પૂરું થઈ જાય તો ન જન્મે તેમ ગર્ભિતશુદ્ધતાનું સમજવું; જેને ગર્ભિતશુદ્ધતા નથી. એવા અસંશી સુધીના જીવોને તો મોક્ષમાર્ગનો અવકાશ જ નથી; જેને જ્ઞાનનો ઉઘાડ થયો ને તત્ત્વવિચાર સુધી આવ્યો તેને ગર્ભિતશુદ્ધતા થતાં મોક્ષમાર્ગનો અવકાશ થયો, –પણ તે ગ્રંથિભેદ કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરે ત્યારે ખરો; જો ત્યાં (મંદકષાયમાં) અટકી જાય ને ગ્રંથિભેદ ન કરે તો અમુક કાળે ગર્ભિતશુદ્ધતા પણ છૂટીને અશુદ્ધતાથી પાછો નિગોદાદિમાં જ રખડશે. આ રીતે ગ્રંથિભેદ એ મોક્ષમાર્ગની મૂળવસ્તુ છે. હે જીવ! વિશુદ્ધપરિણામવડે તું ઊંચે આવ્યો છો, તત્ત્વવિચાર જેટલી જ્ઞાનશક્તિ તને ઊઘડી છે, ગ્રંથિભેદ કરીને મોક્ષમાર્ગ સાધવાનો આ અવસર તને પ્રાપ્ત થયો છે, માટે તું તેનો ઉદ્યમ કર. ગ્રંથિભેદ વડે સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રના કણિયા પ્રગટાવ. એમાં અપૂર્વતા છે. એના વગરની ગર્ભિત શુદ્ધતા એ કાંઈ અપૂર્વ નથી, તેના વડે મોક્ષમાર્ગનું પ્રયોજન સધાતું નથી.
જ્ઞાનમાં જાણપણારૂપ જે ગર્ભિતશુદ્ધતા છે તે જો કે મિથ્યાત્વઅવસ્થામાં મોક્ષમાર્ગરૂપ નથી, છતાં તેમાં જે જાણપણું છે તે સામાન્યપણે જ્ઞાનની જાત છે, ને તેના વડે અકામનિર્જરા પણ થોડીક થાય છે; તે જ વખતે મિથ્યાત્વને લીધે ઘણો બંધ થાય છે. બંધ ઘણો ને નિર્જરા અલ્પ, તેથી તે અલ્પની ઉપેક્ષા કરીને મિથ્યાત્વઅવસ્થામાં એકલું બંધન જ કહ્યું. પણ જ્ઞાનના જે અંશ ઉઘાડરૂપ છે તે પોતે કાંઈ બંધનું કારણ નથી. જો ગ્રંથિભેદ કરીને આગળ વધે તો તે જ્ઞાનશો કેવળજ્ઞાનમાં જઈને મળે. જ્ઞાનનો ઉઘાડ અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk