________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ : અધ્યાત્મ-સંદેશ શુભરાગ એવા આંગણા સુધી આવીને અનંતવાર જીવ અટકી ગયો, એનો અર્થ એ કે આવા ઉઘાડ સુધી ને તત્ત્વવિચાર સુધી આવ્યો પણ રાગથી પાર ચૈતન્યવહુના સ્વાનુભવવડે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નહિ, તેથી તે મોક્ષમાર્ગમાં ન આવ્યો, સંસારમાં જ રહ્યો. એવો ઉઘાડ (અર્થાત્ ગર્ભિત શુદ્ધતા) તો મિથ્યાદષ્ટિનેય હોય છે, તેની કાંઈ અપૂર્વતા નથી. સમ્યગ્દર્શન વડે સમ્યફશુદ્ધતા કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરે તેની અપૂર્વતા છે.
| નિગોદમાંથી ઊંચો ચડીને જીવ ગર્ભિતશુદ્ધતા સુધી આવ્યો તે પણ પોતાના જ્ઞાન–ચારિત્રગુણના પરિણામની શક્તિથી સ્વતંત્રપણે ઊંચે આવ્યો છે. કર્મનું જોર મંદ પડયું માટે ઊંચે આવ્યો-એમ વાત નથી લીધી, પોતાના તે પ્રકારના સ્વતંત્ર પરિણમન વડે જ તે જીવ ઊંચે આવ્યો છે એમ જાણવું. અને હવે જે ગ્રંથિભેદના જોરે સ્વાશ્રયે જ્ઞાન-ચારિત્રના પરિણામની ધારા આગળ વધે તો કેવળજ્ઞાન અને યથાખ્યાતચારિત્ર પ્રગટે. ત્યાં જ્ઞાનગુણનું પરિણમન વધીને કેવળજ્ઞાન થાય છે ને ચારિત્રગુણનું પરિણમન વધીને યથાખ્યાતચારિત્ર થાય છે. -એમ બંને ગુણનું પરિણમન સ્વતંત્ર છે.
અહીં પહેલો બોલ જ્ઞાનની શુદ્ધતાનો કહ્યો; હવે બીજો બોલ જ્ઞાનની અશુદ્ધતાનો, એટલે કે જ્ઞાનની અજાણરૂપદશાનો છે: “કોઈ સમયે તે જીવનો જ્ઞાનગુણ અજાણરૂપ છે તે ઘેલછારૂપ હોય છે, તેથી કેવળ બંધ છે.” નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયસુધીના જીવોને જરાય વિચારશક્તિ જ નથી, તેમને અજ્ઞાનની ઘણી તીવ્રતા છે, મોહમાં તેઓ મૂર્છાઈ ગયા છે. પંચેન્દ્રિય થઈને પણ જે જીવને હિતાહિતનો જરાય વિચાર નથી તેથી જ્ઞાન અવસ્થા પણ અજાણરૂપ સમજવી.
આ પ્રમાણે જ્ઞાનના બે બોલ કહ્યા; હવે ચારિત્રના બે બોલ કહે છે:
મિથ્યાત્વ-અવસ્થામાં કોઈ સમયે ચારિત્રગુણ વિશુદ્ધરૂપ હોય છે; તેથી ચારિત્રાવણકર્મ મંદ થાય છે, તે મંદતાને લીધે નિર્જરા છે. તથા કોઈ સમયે ચારિત્રગુણ સંકલેશરૂપ હોય છે તેનાથી કેવળ તીવ્રબંધ થાય છે.”
મિથ્યાત્વ અવસ્થામાં, નિગોદના જીવને પણ, ચારિત્રગુણમાં કોઈ વાર શુભ પરિણામ હોય છે. ત્યાં જ્ઞાનનો તો એવો કાંઈ વિશેષ ઉઘાડ નથી છતાં ચારિત્રગુણ સ્વતંત્રપણે તેવી વિશુદ્ધિરૂપ પરિણમે છે. ચારિત્રનું પરિણમન જ્ઞાનને આધીન નથી. જ્ઞાનમાં જાણપણારૂપ વિશુદ્ધિ ન હોય તેથી કાંઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk