________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૯૫
ચારિત્રમાં શુભપરિણામરૂપ વિશુદ્ધિ ન થઈ શકે-એમ નથી. અજાણરૂપ જ્ઞાન હોય તેથી ચારિત્રમાં પણ અશુભપરિણામ જ હોય, અથવા જાણરૂપ જ્ઞાન હોય તેથી ચારિત્રમાં પણ વિશુદ્ધપરિણામ જ હોય–એવો કોઈ નિયમ નથી. અજાણરૂપ જ્ઞાન છતાં વિશુદ્ધરૂપ ચારિત્ર, ને જાણરૂપ જ્ઞાન છતાં વિશુદ્ધરૂપ ચારિત્ર ઇત્યાદિ ચારે ભંગ સંભવે છે. આમાં જીવના પરિણામની સ્વતંત્રતા છે તે સાબિત થાય છે. અહીં ચારિત્રમાં શુભભાવને વિશુદ્ધિ કહી તેથી તે ધર્મ થઈ ગયો એમ નથી. ગ્રંથિભેદ થાય ત્યારે જ જ્ઞાન ને ચારિત્ર બંનેમાં ધર્મના અંકુરા ફૂટે ને ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થાય. એના વિના ધર્મ માટે બધું નકામું. -આ મૂળ વાત રાખીને બધી વાત સમજવાની છે.
સાધકનો અપૂર્વ પુરુષાર્થ
જેને સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદિ નહિ કરેલો એવો અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈપણ સંયોગમાં, ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈપણ કારણથી અસને પોષણ નહિ જ આપે... એ માટે કદાચ કોઈ વાર દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તોપણ સતથી ચ્યુત નહિ થાય, અસત્નો આદર કદિ નહિ કરે. સ્વરૂપના સાધકો નિઃશંક અને નિડર હોય છે. સત્ સ્વરૂપની શ્રદ્ધાના જોરમાં અને સત્તા માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે જ નહિ.
卐
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk