________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમરૂપ કર્યપદ્ધતિ-તે સંસાર; અધ્યાત્મરૂપ શુદ્ધ ચેતનાપદ્ધતિ-તે મોક્ષમાર્ગ
“આગમરૂપ કર્યપદ્ધત્તિ છે; અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. તેનું વિવેચન* કર્યપદ્ધતિ પૌગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે; ભાવરૂપ પુદગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપ પરિણામ છે, તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા.
* હવે શુદ્ધચેતના પદ્ધતિ એટલે શુદ્ધ આત્મપરિણામ; તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવપરિણામ, તથા ભાવરૂપ જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય આદિ અનંત ગુણપરિણામ, –એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
આ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા માનવી.”
જુઓ, હવે આ સૂક્ષ્મ વાત ! પણ તો જીવના પોતાના પરિણામની જ વાત. જીવની પર્યાયમાં કેવા કેવા પ્રકારના ભાવો થાય છે તે સમજવાની આ વાત છે, એટલે ધ્યાન રાખીને સમજવા જેવી છે.
[ નોંધ:- પહેલાં નિયમસાર ગા. ૧૫ સાથે સરખાવીને અહીં અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિનો અર્થ “કારણ શુદ્ધપર્યાય' જેવો કરતા, અને દરેક જીવમાં તે ત્રિકાળ છે એમ કહેતા, પરંતુ પછી તે સંબંધી વધુ સ્પષ્ટતા થતાં, નિયમસારની કારણ શુદ્ધપર્યાય કરતાં અહીંનો વિષય જુદો લાગે છે, અહીં કહેલી અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ તે મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાય છે, અને તે દરેક જીવમાં ત્રિકાળ નથી, પણ સમુચ્ચયપણે જગતમાં તે સદાય હોય છે–એમ સમજવું. આ ભાગ ઉપરના અગાઉ પ્રગટ થયેલા પ્રવચનો પણ આ અર્થ સાથે મેળવીને સમજી લેવા. -સં.).
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk