________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-સ્વાનુભૂતિ થવાનું સુંદર વર્ણન સ્વરૂપના ચિંતનમાં આનંદતરંગ ઊઠે છે.... રોમાંચ થાય છે
હુવે સવિકલ્પકાર વડે નિર્વિકલ્પપરિણામ થવાનું વિધાન કહીએ છીએઃ તે સમ્યગ્દષ્ટિ કદાચિત સ્વરૂપધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, ત્યાં પ્રથમ સ્વ-પર સ્વરૂપનું ભેદવિજ્ઞાન કરે; નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત ચૈતન્યચિચમત્કારમાત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મવિચાર જ રહે છે, ત્યાં નિજસ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, “હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું' ઇત્યાદિ વિચાર થતાં સહજ જ આનંદતરંગ ઊઠે છે, રોમાંચ થાય છે; ત્યારપછી એવા વિચારો પણ છૂટી જાય અને સ્વરૂપ કેવળ ચિન્માત્રરૂપ ભાસવા લાગે, ત્યાં સર્વ પરિણામ તે રૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે દર્શનજ્ઞાનાદિકના વા નય-પ્રમાણાદિના વિચાર પણ વિલય થઈ જાય. સવિકલ્પ-ચૈતન્યસ્વરૂપ વડે જે નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્યવ્યાપકરૂપ થઈ એવો પ્રવર્તે કે જ્યાં ધ્યેયપણું દૂર થઈ જાય. અને આવી દશાનું નામ નિર્વિકલ્પઅનુભવ છે.”
જુઓ, આ સ્વાનુભવની અલૌકિક ચર્ચા. અહીં તો એકવાર જેને સ્વાનુભવ થયો હોય ને ફરીને તે નિર્વિકલ્પ-સ્વાનુભવ કરે તેની વાત કરી; પરંતુ પહેલીવાર જે નિર્વિકલ્પ-સ્વાનુભવનો ઉદ્યમ કરે છે તે પણ આ જ પ્રકારે ભેદજ્ઞાન અને સ્વરૂપચિંતનના અભ્યાસદ્ધારા પરિણામને નિજસ્વરૂપમાં તલ્લીન કરીને સ્વાનુભવ કરે છે. આ નિર્વિકલ્પ અનુભવ વખતે આત્મા પોતે પોતામાં વ્યાપ્ય-વ્યાપકપણે એવો તલ્લીન વર્તે છે, એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની એવી એકતા થાય છે, કે ધ્યાતા–ધ્યેયના ભેદ પણ તેમાં રહેતા નથી; આત્મા પોતે પોતામાં લીન થઈને પોતાનો સ્વાનુભવ કરે છે. સ્વાનુભવના પરમ આનંદનો ભોગવટો છે પણ તેનો વિકલ્પ નથી. એક વાર આવો નિર્વિકલ્પ-અનુભવ જેને થયો હોય તેને જ નિશ્ચય સમ્યકત્વ જાણવું. એ અનુભવની રીત અહીં બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk